• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ભારતમાં મહિલાઓએ અલગ જ વારસો સ્થાપિત કર્યો : મોદી

નારી શક્તિ વંદન કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન

નવી દિલ્હી, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમને 21મી સદીના સૌથી મહત્ત્વના નિર્ણયમાંથી એક ગણાવ્યો હતો. સોમવારે મોદીએ કહ્યું હતું કે દેશની સંસદ નવો ઈતિહાસ રચવાની નજીક છે. ભારતમાં મહિલાઓએ પોતાનો અલગ જ વારસો સ્થાપિત કર્યો છે. આ દરમિયાન મોદીએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉદાહરણ આપ્યું હતું. તેમજ અધિનિયમના સમર્થન ઉપર વિપક્ષની પ્રશંસા કરી હતી.

દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ કોઈ  ઉપદેશ આપવા માટે કે કોઈને જગાડવા આવ્યા નથી. તેઓ માત્ર દેશની મહિલાઓના આર્શિવાદ લેવા આવ્યા છે. લોકતાંત્રિક સંરચનામાં મહિલાઓને અનામત આપવાની જરૂરિયાત દશકોથી દરેક લોકો અનુભવી રહ્યા હતા. આ વિમર્શને ચાર દશક વિતી ચુક્યા છે. જેમાં તમામ પક્ષો અને ઘણી પેઢીઓના પ્રયાસ સમેલ છે. દરેક દળે મહિલા અનામતના વિચારને પોતાની રીતે આગળ વધાર્યો છે. પીએમ મોદીએ એક્ટના સમર્થન ઉપર વિપક્ષની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 2023મા જ્યારે નારી શક્તિ વંદન અધિનિયમ આવ્યો હતો ત્યારે તમામ દળોએ સર્વસહમતિથી ખરડો પસાર કરાવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક