• સોમવાર, 27 જુલાઈ, 2026

ત્રીજા ઝ-20 મેચમાં 35 રનની જીતથી ભારતે ઝિમ્બાબ્વેનો 3-0થી સફાયો કર્યોં પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ વૈભવના આક્રમક

81 રન અને મયંકની 3 વિકેટ

હરારે તા.26 પ્રતિભાશાળી 1 વર્ષીય વૈભવ સૂર્યવંશીના આક્રમક 81 રન બાદ મયંક યાદવ સહિતના યુવા બોલર્સના શાનદાર દેખાવ ઝિમ્બાબ્વે સામેના ત્રીજા અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 3 રને સરળ વિજય થયો હતો. સાથે ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે ટીમની 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમે પહેલી ટી-20 શ્રેણી જીતી છે. ભારતના વિકેટે 192 રનના જવાબમાં ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 7 વિકેટે 17 રન થયા હતા.

ઝિમ્બાબ્વે તરફથી રાયન બર્લે 4 રનની અણનમ ઈનિંગ આપી લડત આપી હતી. તેના સાથમાં વેસ્લી મઘેવેરે 28 રન કરી પાંચમી વિકેટમાં 60 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી મયંક યાદવે 3, યશ ઠાકુરે 2 અને અશોક શર્માને 1 વિકેટ મળી હતી.

પહેલા ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ભારતીય ટીમના 20 ઓવરમાં વિકેટે 192 રન થયા હતા. જેમાં યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીના 49 દડામાં 8 ચોક્કા-4 છક્કાથી ધૂંઆધાર 81 રન મુખ્ય હતા. જો કે તે પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ સદી ચૂકી ગયો હતો. તેના અને ઇશાન કિશન વચ્ચે બીજી વિકેટમાં 0 દડામાં 7 રનની ભાગીદારી થઇ હતી. ઇશાન 29 રને આઉટ થયો હતો. જયારે કપ્તાન શ્રેયસ અય્યરે 27 રનનું યોગદાન આપ્યું હતું. જયારે રિંકુ સિંહે ઈનિંગના અંતિમ દડે 2 રને આઉટ થયો હતો. તેણે 14 દડાની ઈનિંગમાં 2 ચોક્કા-1 છક્કો ફટકાર્યાં હતા. તિલક વર્મા 11 રને અણનમ રહ્યો હતો. સ્ટાર ઓપનર અભિષેક શર્મા (2)ની નિષ્ફળતા યથાવત રહી હતી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ એવિન્સે સર્વાધિક બે વિકેટ લીધી હતી. ભારતીય ઈલેવનમાં શિવમ દૂબે અને પ્રિંસ યાદવને રેસ્ટ આપી સૂર્યાંશ શેડગે અને અશોક શર્માને તક અપાઇ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026