• શુક્રવાર, 23 મે, 2025

કોહલી ફરી રેડ બોલથી રમતો જોવા મળશે અને તે પણ ઇંગ્લેન્ડમાં !!

નવી દિલ્હી તા.18: ટેસ્ટ સંન્યાસ બાદ વિરાટ કોહલી ફરી લાલ દડાથી રમતો જોવા મળે તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ રોહિત શર્મા પછી વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટને બાય બાય કરી ચૂકયો છે. હવે ઇંગ્લેન્ડની ધરતી પર જ વિરાટ કોહલી રેડ બોલથી રમી શકે છે. રિપોર્ટ અનુસાર મિડલસેકસ કાઉન્ટી ટીમે વિરાટ કોહલી સાથે કરારની ઓફર મૂકી છે.

મિડલસેકસના ક્રિકેટ ડાયરેકટર એલન કોલમેને કહ્યંy છે કે વિરાટ કોહલી તેની પેઢીની પ્રતિભાશાળ અને લોકપ્રિય ક્રિકેટર છે. અમે તેમની સાથે કરાર કરવા ઉત્સુક છીએ. તેને સાઇન કરવા વાતચીત કરી રહ્યા છીએ. જો કે આ બારામાં વિરાટ કોહલી તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મિડલસેકસ ટીમનું હોમ ગ્રાઉન્ડ જગ વિખ્યાત લોર્ડસ છે. જે વિશ્વભરના ખેલાડીઓને આકર્ષે છે. કોહલીનો દોસ્ત ડિ’વિલિયર્સ મિડલસેકસ તરફથી રમી ચૂકયો છે. કેન વિલિયમ્સન પણ આ સીઝનમાં ધ હંડ્રેડમાં મિડલસેકસ તરફથી રમવાનો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક