• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઠંડીનું જોર વધ્યું: રાજકોટનું તાપમાન 14.2 ડિગ્રી 15 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે

રાજકોટ, તા.1: આજથી ડિસેમ્બરના પ્રારંભે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનો કરંટ દેખાયો હતો. અને આજરોજ વિવિધ સ્થળોએ ચાલુ સીઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને આજે સવારે રાજકોટ શહેરમાં ચાલુ સીઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. આજરોજ સવારે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાતા નગરજનોએ શિયાળાની અસલી ઠંડીનો અનુભવ કર્યો હતો.

ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આ બંને હાલ ગુજરાતના માથા પર સંકટ બનીને મંડરાઈ રહ્યાં છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા છે. જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી ન શકાય. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવામાન આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે પરંતુ આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો રાજકોટનું 14.2 ડિગ્રી અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. 15 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે રહ્યો હતો. 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ભૂજ, રાજકોટ, કેશોદમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.

 

Budget 2024 LIVE