અમૃત ભારત ટૂ એક્સપ્રેસ : સ્લીપર ક્લાસનું લઘુતમ ભાડું
200 કિમી સુધીનું, સેકન્ડ ક્લાસ માટે ઓછામાં ઓછું 50 કિમીનું
નવી દિલ્હી, તા.17 : ભારતીય રેલવેએ જાન્યુઆરી 2026થી અમૃત ભારત ટૂ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ આ નવી ટ્રેનો માટે ભાડાનું માળખું અને બાકિંગ નિયમો અગાઉની અમૃત ભારત ટ્રેનો કરતા અલગ હશે.
નવા નિયમ હેઠળ મૂળભૂત ભાડું બદલાયું નથી પરંતુ લઘુત્તમ અંતરના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સ્લીપર ક્લાસ માટે લઘુતમ ભાડું 200 કિમી માટે રૂ.149 છે. સેકન્ડ ક્લાસ માટે લઘુતમ ભાડું 50 કિમી અથવા રુ.36 છે. રિઝર્વેશન ચાર્જ અને સુપરફાસ્ટ સરચાર્જ અલગથી લાગુ થશે. જો 100 કિમી મુસાફરી કરો છો તો પણ સ્લીપર ક્લાસમાં 200 કિમી માટે લઘુતમ ભાડું ચૂકવવું પડશે.
આરએસીની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. અમૃત ભારત ટૂ એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં આરએસી ટિકિટ ઉપલબ્ધ રહેશે નહીં. એડવાન્સ રિઝર્વેશન સમયગાળાના દિવસથી મુસાફરો માટે બધી બર્થ ઉપલબ્ધ રહેશે. અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ માટેના જૂના નિયમો અમલમાં રહેશે. સ્લીપર ક્લાસમાં ત્રણ ક્વોટા મહિલાઓ, અપંગો અને વરિષ્ઠ નાગરિક રહેશે. રેલવે બોર્ડે વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે મુસાફરી કરનારાઓ માટે નીચેની બર્થ પૂરી પાડવામાં આવશે.