કાગદડી
નજીક બે કાર અકસ્માતમાં ભાઈ-બહેનનાં મૃત્યુ, ચાંપરડામાં ચબુતરા સાથે કાર અથડાતા સસરા
અને પુત્રવધૂનાં મૃત્યુ, માણેકવાડા નજીક બે કાર અથડાતા એકનું મૃત્યુ, પાતડી નજીક રીક્ષા
હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ, રાણપુર નજીક બે બાઈક અથડાતા યુવાનનું મૃત્યુ
હડાળા નજીક કાર અડફેટે વિદ્યાર્થીનું મૃત્યુ
રાજકોટ,
તા.15: મકરસંક્રાંતિના દિવસે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતના 6 બનાવોમાં
8 જેટલા લોકોના કરુણ મૃત્યુ નીપજતા તહેવાર માતમમાં ફેરવાયો હતો.
બનાવની
પ્રાપ્ત વિગતો મુજબ બેડી વાછકપરના અજયભાઈ બાબરિયા વાંકાનેર સાઢુભાઈને ત્યાં સંક્રાંતિ
મનાવવા ગયા હતા, બાદ અનિલભાઈ બધાને પરત મુકવા આવતા હતા ત્યારે રસ્તો ઓળંગતી વખતે અલ્ટ્રોઝ
કારને સ્કોર્પિયોએ અડફેટે લેતા કારમાં સવાર તમામને ગંભીર ઈજાઓ પહોચી હતી,જેમાં 3 વર્ષના
મોક્ષ અને 9 મહિનાની શ્રેયાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હતા, જ્યાં તેમનું કરુણ મૃત્યુ નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.
જ્યારે
બીજા બનાવમાં અમરેલીના બ્રિજેશ કિશોરદાન ગઢવી અને તેમનો પરિવાર મઢડા દર્શન કરવા આવ્યા
હતા, જ્યાં રસ્તેથી મામાને બેસાડી રવાના થયા હતા, ચાંપરડા નજીક પહોંચતા બાઈક વચ્ચે
આવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, કાર ચબુતરામાં અથડાતા કારમાં બેઠેલા ઈશ્વરદાન
ગઢવી અને તેમની પુત્રવધુ ઉમાબા વિશાલ ગઢવીને ગંભીર ઈજાઓ થતા બન્નેના ઘટના સ્થળે મૃત્યુ
નીપજ્યું હતું,જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે ચાપરડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા.
ત્રીજા
બનાવમાં વિસાવદર તાબેના ભલગામમાં રહેતા કૌશિકભાઈ સાગઠીયા નામના ખેડૂત ગત તા.13ના રોજ
પોતાના બહેનને તેડી ઘર તરફ જતા હતા ત્યારે, પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે કૌશીકભાઈની
કારને ઠોકર મારતા કૌશિકભાઈની કારે કાબુ ગુમાવતા ખાડામાં પલટી મારીજતા કૌશિકભાઇના બહેન
હેતલ બહેનનું ઘટના સ્થળે મુત્યુ નીપજ્યું હતું, જ્યારે અંદર બેઠેલા બાળકોને નાનીમોટી
ઈજાઓ પહોચી હતી.
ચોથા
બનાવમાં લીંબડી રાણપુર રોડ પર કારોલા ગામ નજીક ગઈ કાલે સાંજે બે બાઈક ધડાકાભેર અથડાતા
એક બાઈકચાલક યુવાન લેરખડીયા હર્ષદભાઈ ભલજીભાઈ(ઉવ 19)નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
પાંચમાં
બનાવમાં અમદાવાદના રાખીયાણાના રહેવાસી જતીભાઈ ઠાકોર અને તેમના પત્ની કોમલબેન દસાડાના
હરીપર ખાતે પત્નીના પિયર આવ્યા હતા, બાદ મંગળવાર સાંજે પરત પોતાના ઘરે ફરતી વખતે ફૂલકી
ઘસપુર વચ્ચે પુરપાટ ઝડપે આવતી છકડો રીક્ષાએ
બાઈકને હડફેટે લેતા જતીનભાઈ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે
મૃત્યુ થયું હતું.
અન્ય
એક બનાવમાં હડાળા કાગદડી વચ્ચે બાળક ચાલીને જતો હતો ત્યારે,પાછળથી બે કાબુ બનેલી કારે
દિવ્યેશ ભરતભાઈ બારૈયા(ઉવ 14)ને પાછળથી હડફેટે લઇ નાશી જતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
થતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ટુંકી સારવારમાં
બાળકનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની વ્યાપી હતી.મૃતક બાળક બે બહોનોનો એકજ ભાઈ હતો.