• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

વાયબ્રન્ટ ગુજરાતથી કચ્છને મળ્યાં સવા લાખ કરોડના રોકાણ એમ.ઓ.યુ.

રાજકોટ જિલ્લામાં રૂ. 23 હજાર કરોડના રોકાણના 2921 પ્રોજેક્ટસ માટે સમજૂતી કરાર

રાજકોટ, તા.15: (ફૂલછાબ ન્યૂઝ) કચ્છ અને સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં 5,78,330 કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્યાંક સાથે 5492 પ્રોજેક્ટસ એમ.ઓ.યુ. થયા છે. સરકારે તેને મંજૂરી આપી છે. આ એમઓયુ સવા છ લાખ જેટલી રોજગારી સર્જે તેમ છે.

સૌથી વધુ રોકાણ મેળવવામાં કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. કચ્છમાં કુલ રૂ. 1,25,017 કરોડની રકમના કુલ 458 પ્રોજેક્ટસના એમ.ઓ.યુ. થયા છે. જેના થકી 48,419 લોકોને રોજગારી તક ઊભી થઈ છે. બીજા ક્રમે ભાવનગર જિલ્લો રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. 60,176 કરોડની રકમના કુલ 306 એમ.ઓ.યુ. આવ્યા છે. જેના થકી અંદાજે 1,84,606 લોકો માટે રોજગારીનું સર્જન થશે.

ત્રીજા ક્રમે અમરેલી જિલ્લો રહ્યો છે. જ્યાં રૂ. 36,275 કરોડની રકમના કુલ 62 પ્રોજેક્ટસના સમજૂતિ કરાર થયા છે. જેના થકી 1,11,447 રોજગારી મળશે.   રાજકોટ જિલ્લામાં કુલ રૂ. 23,160 કરોડની રકમના 2921 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. સાઈન થયા છે. આ પ્રોજેક્ટસ થકી કુલ 39,423 લોકો માટે રોજગારીની તકો સર્જાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોકાણ માટે રોકાણકારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. સમુદ્રીતટીય આ જિલ્લામાં કુલ રૂ. 34,439 કરોડના રોકાણના 85 સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. જેના થકી 11,514 રોજગારીની તકો સર્જાશે. જામનગર જિલ્લો પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. 15,300 કરોડના રોકાણના ઈરાદા સાથે 357 સમજૂતી કરારો થયા છે. જેના થકી 8857 લોકોને રોજગારી મળે તેવો અંદાજ છે.

પોરબંદર જિલ્લામાં રૂ. 9089 કરોડના રોકાણ માટે કુલ 447 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેનાથી 9954 લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. મોરબી જિલ્લામાં રૂ.4795 કરોડના રોકાણના ઈરાદા તેમજ 12,096 લોકોને રોજગારીના પ્લાનિંગ સાથે 191 સમજૂતી કરારના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  જૂનાગઢ જિલ્લામાં રૂ. 3324 કરોડના રોકાણના લક્ષ્ય તથા 4305 રોજગારના અંદાજ સાથે 228 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ રૂ. 2817 કરોડના રોકાણના ઈરાદા સાથે કુલ 193 પ્રોજેક્ટસના એમ.ઓ.યુ.  થયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ રૂ.1353 કરોડના રોકાણના ધ્યેય સાથે કુલ 151 કરારો કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં કુલ રૂ. 291 કરોડની રકમના 34 એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ રૂ. 2,62,293 કરોડના રોકાણના ઈરાદા સાથે 59 એમ.ઓ.યુ. મંજૂર કરાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક