• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

કાલથી સંસદનું સત્ર : સર્વપક્ષીય બેઠકમાં તૃણમૂલના તિખારા

23 પક્ષના 30 નેતાઓ બેઠકમાં આવ્યા: ટીએમસીએ ઉઠાવ્યા 6 મુદા, સરકારે કહ્યંy ચર્ચા માટે તૈયાર : ગૃહમાં માહોલ જાળવવા સાર્થક ચર્ચાની અપીલ

નવી દિલ્હી, તા.ર: 4 ડિસેમ્બરને સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા દિલ્હીમાં શનિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં ર3 રાજકીય દળોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે 6 મુદ્દા ઉઠાવી સાંસદ મહુઆ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી.

ટીએમસીએ સર્વપક્ષીય બેઠકમાં ત્રણ નવા ગુનાઈત (ક્રિમિનલ) ખરડાનો મામલો પણ ઉઠાવ્યો અને કેન્દ્રને આ ખરડાઓને આ સત્રમાં પસાર ન કરવા માગ કરી કહ્યંy કે આ ખરડાઓના દૂરગામી પ્રભાવ છે. સાથે માગ કરી કે આ સત્રમાં કેન્દ્ર સરકાર સંઘીય માળખા પર ચર્ચા કરે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યંy કે, શિયાળુ સત્રમાં કુલ 1પ બેઠક યોજાશે. આજે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં ર3 દળોના 30 નેતા સામેલ થયા હતા. શૂન્યકાળ નિયમિત રીતે યોજાતો રહ્યો છે. અમે તમામ દળોને અનુરોધ કર્યો છે કે ગૃહમાં મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થાય, તે માટે માહોલ જળવાઈ રહે. ચર્ચા નિયમો અને પ્રક્રિયાનું પાલન કરીને ચર્ચા થવી જોઈએ. સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

દરમિયાન ટીએમસીએ જાહેર કર્યુ કે સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીએ 6 મુદ્દા ઉઠાવ્યા હતા. બેઠકમાં પાર્ટી વતી સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ-બ્રાયને પ્રતિનિધિત્વ કર્યું હતું. તૃણમૂલે આરોપ લગાવ્યો કે ગત સત્રમાં સરકારે સર્વપક્ષીય બેઠકમાં જાહેર કર્યા વિના સત્ર વચ્ચે ગુપ્ત રુપે ખરડા જોડી દીધા હતા. સાંસદ મહુઆ મોઇત્રાનો મામલો ઉઠાવતા કહ્યંy કે સંસદીય સમિતિઓનો રિપોર્ટ ગૃહના મેજ પર રાખ્યા સુધીમાં આટલી બેશર્મીથી જાહેર કરવો જોઈએ નહીં. તૃણમૂલ સાંસદોએ કહ્યંy કે અમે ઈચ્છીએ છીએ કે સંસદ ચાલે જેથી સરકારને જવાબદાર ઠેરવી શકાય. સરકારે અગાઉની જેમ ભાગવું જોઈએ નહીં.

 

 

Budget 2024 LIVE