પૂણે, તા. 29 : પવાર પરિવારોમાં ‘ચૂંટણીલક્ષી એકતા’ જોવા મળી છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવાર અને કાકા શરદ પવારના એનસીપી જૂથે પિંપરી-ચીંચવાડ નગર નિગમ ચૂંટણી માટે જોડાણ કર્યું છે. અજિત પવારે કહ્યું હતું કે, ‘પરિવાર’ સાથે આવી ગયો છે. પવારના પૌત્ર અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું કે, બંને પક્ષ પૂણેમાં પણ સાથે ચૂંટણી લડશે. અજિતે જણાવ્યું હતું કે, અમે વિકાસ માટે કામ કરનારા લોકો છીએ. બંને પક્ષ વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે ચર્ચા થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 2023માં શરદ પવારના ભત્રીજા અજિત પવાર એનસીપીના અનેક ધારાસભ્યો સાથે પક્ષથી અલગ થઇ જતાં બે ભાગ પડી ગયા હતા.