તબીબોને ઈલનેસને બદલે વેલનેસનો કોન્સેપ્ટ અપનાવવા અનુરોધ: અમદાવાદ મનપા દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ
અમદાવાદ,
ગાંધીનગર,તા.28 : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં
હાજરી આપવા પહોચ્યા હતા. અમિત શાહે સૌપ્રથમ આઈએમએ ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય
કોન્ફરન્સ(આઈએમએ નેટકોન-2025)માં હાજરી આપી હતી અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા
વરાયેલા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. બાદમાં વૈષ્ણોદેવી સર્કલથી સનાથલ સાબરમતી
નદી સુધી નાખવામાં આવેલી ટ્રંકલાઈનનું લોકાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ નવા વણઝારના અસરગ્રસ્ત
પરિવારોને સનદ અર્પણ કરી હતી. બપોરે આઈકોનિક એસજી હાઈવેના પ્રથમ તબકકાના પાઈલટ પ્રોજેકટનું
લોકાર્પણ કરીને ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. બપોર બાદ વિશ્વ ઉમિયા
ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન-202નો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી
હતી. સાંજે ગોધાવી સંસ્કાર ધામ ખાતે નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ
નમોત્સવમાં જોડાયા હતા.
કેન્દ્રીય
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આઈએમએના કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, દેશમાં હોલિસ્ટિક
વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર
કરવો હોય તો હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે અને આ બાબતે તબીબોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ
રહેવાની છે. તબીબોએ ઈલનેસને બદલે વેલનેસને પોતાનું ફોકસ બનાવવું જોઈએ. બદલાતા સમય સાથે
તબીબી ક્ષેત્રના એથિક્સનાં પરિમાણો પણ બદલવા જરૂરી બન્યું છે. મેડિકલ એથિક્સને રીડિફાઇન
કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. મેડિકલ કૉલેજોમાં ભાવી ડોક્ટરોનું એથિક્સની સમજ સાથે
ઘડતર કરીને દેશને સારા ડૉક્ટરો મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.
મંત્રી
અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું
લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને
સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા
દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પસ્થિત
રહ્યા હતા. આ સાથે આવનારા સમયમાં અમદાવાદ અનેક આંતરરાષ્ટ્રીય રમતોનું કેન્દ્ર બનશે,
ત્યારે નાગરિકોએ શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા સામૂહિક સંકલ્પ લેવાનો તેમણે
અનુરોધ કર્યો હતો.
અમદાવાદના
જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન-2025નું ઉદ્ઘાટન
કેન્દ્રીય મંત્રી શાહે કર્યું હતું. મહાસંમેલનમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા
અને દુબઈ જેવા દેશોમાંથી આવેલા અંદાજે 20,000 પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકોએ એકસાથે ’આત્મનિર્ભર
ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. ઉદ્યોગપતિઓ વચ્ચે નેટવર્કિંગ મજબૂત કરવા માટે
‘ટઞિ ઇાuતશક્ષયતત ગયા|િંજ્ઞસિ આા’નું અમિત શાહના હસ્તે લોન્ચિગ કરવામાં આવ્યું હતું
અને જણાવ્યું હતું કે, ભાજપ અને વર્તમાન સરકારમાં છેવાડાના અને નાના માણસને પણ મોટી
જવાબદારી મળે છે. પાટીદાર યુવાનો પોતાની ઉદ્યમી શક્તિથી ભારતને વિશ્વગુરુ બનાવવામાં
મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ‘િવલેજથી વિદેશ’ સુધીનું આ નેટવર્ક ભારતની આર્થિક પ્રગતિમાં
સીમાચિહ્નરૂપ સાબિત થશે.
કોંગ્રેસ
પર કર્યા પ્રહારો
અમિત
શાહે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના
વડાપ્રધાન બનશે, સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘રાહુલ બાબા, હારથી
થાકો નહીં’. જે બાબતો જનતાને ગમે છે તમે હંમેશા તેનો જ વિરોધ કરો છો, તો પછી જનતા તમને
મત ક્યાંથી આપે?. બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે. રામ
મંદિર બનાવીએ તો તમે તેનો વિરોધ કરો છો. જે પણ નિયમ લાવીએ તેનો તમે વિરોધ કરો છો તો
તમને ક્યાંથી મત મળવાના છે. જેને પોતાની પાર્ટી નથી સમજાવી શકી તેને અમે કઈ રીતે સમજાવી
શકીશું?