સંબંધીને પણ ફોન કર્યા, પોલીસ ફરિયાદ
ગોંડલ,
તા.ર9: ગોંડલમાં શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવતી મહિલાને પૂર્વ પ્રેમીએ અલગ
અલગ નંબરથી ફોન કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી પરિણીતાના પતિ સહિતના પરિજનો, મિત્ર
અને શાળાના વાઈસ પ્રિન્સિપાલને પણ ફોન કરી મહિલાને બદનામ કરતા અંતે પરિણીતાએ પોલીસમાં
ફરિયાદ નોંધાવી હતી.
બનાવ
અંગે મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ગેંડલમાં રહી ખાનગી શાખામાં શિક્ષિકા તરીકે
ફરજ બજાવતા 47 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના જયપુરના
વતની દીપેશ રમાકાંત ડ્રોલિયાનું નામ આપી જણાવ્યુ હતું કે, તેણી ભાઈના મિત્ર દિપેશ ડ્રોલીયાનાં
સંપર્કમાં આવી હતી. દિપેશ પરીચીત હોવાથી તેની સાથે લગ્ન પહેલા ફ્રેન્ડશીપના સંબંધ હતા.
બાદ તેણીના લગ્ન ગોંડલ ખાતે તથા તેની સાથે તમામ પ્રકારના સંબંધ પુરા કરી દીધા હતા.
તેમ છતાં તા.31/10/2025 થી પરણીતાના મોબાઈલ નંબર પર દીપેશ ફોન કરી વારંવાર તેની સાથે
વાતો કરવા દબાણ કરતો હતો.
દિપેશ
પાસે બધા સગા વ્હાલા તથા પરીવારના સભ્યોના સંપર્ક નંબર હોવાના કારણે તે અવારનવાર પરિણીતા
અને તેના પતિને પણ ફોન કરતો હતો તેમજ પરિણિતાના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. અંતે કંટાળીને શિક્ષિકાએ ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.