• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

વોટરમેન ઓફ કચ્છને અનોખું બહુમાન

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સામેના અંતરાયોને દૂર કરવામાં ચાવીરૂપ યોગદાન આપનાર કચ્છી દાનવીર અને પ્રેરક, સામાજિક આગેવાન દામજીભાઇ એન્કરવાલાનાં માનમાં સોમવારે ભારતીય ટપાલ વિભાગે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે. નર્મદા યોજનાને સાકાર કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવનારા દામજીભાઇને જળયોદ્ધાની ઉપમા સાથે આ ટપાલ ટિકિટનું ખાસ કવર જાહેર કરાયું છે. પ્રથમ તસવીરમાં ટપાલ ટિકિટ દેખાય છે, જ્યારે વિમોચિત કવર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અર્પણ કરી રહેલા રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા સાથે દામજીભાઇ પરિવારના અતુલભાઇ એન્કરવાલા અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા બીજી તસવીરમાં દેખાય છે. ત્રીજી તસવીરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ ખાસ ટપાલ ટિકિટ અર્પણ કરી રહેલા એન્કરવાલા પરિવારના બન્ને યુવાન મોભી દેખાય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક