• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

અમરેલીના અરજણસુખ અને વડિયામાં દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા

સાંસદ ભરત સુતરિયાએ અગાઉ આપેલું નિવેદન પોલીસના કાને પડતા તંત્ર નિદ્રામાંથી જાગ્યું

વડિયા, તા.ર8: અમરેલી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા દારૂના દૂષણ સામે તાજેતરમાં સાંસદ ભરત સુતરિયાએ કરેલા નિવેદનના જાણે પડઘા પડયા હોય તેમ આજદિન સુધી દારૂનો વેપલો કરનારા બુટલેગરોને છાવરતું પોલીસતંત્ર અચાનક કુંભ નિદ્રામાંથી બહાર આવીને એક્શન મોડમાં આવી ગયું છે. અરજણસુખ અને વડિયામાં પોલીસ અને એલસીબી ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અલગ અલગ સ્થળોએ દરોડો પાડતા દેશી દારૂનો વિપુલ જથ્થો પકડાયો છે. જો કે, 31 ડિસેમ્બરના ટાણે જ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈને લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ કરેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, અમરેલીમાં હું એક મહિનામાં સમગ્ર જીલ્લામાં ક્યાંય દારૂ નહી વેંચવા દઉ, દારૂના કારણે બરબાદ થતા પરિવારને બચાવવા માટે દેશીદારૂની બદીને નાબુદ કરવી જરૂરી છે તેમ જણાવ્યુ હતું. લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યંy છે કે, વડિયા પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પોલીસ ઈન્સ્પેકટરની નિમણૂક થતી નથી અને ત્રણ જીલ્લાનો સરહદી વિસ્તાર હોવા છતાં પેધી ગયેલા કર્મચારીઓના કારણે દારૂ બંધી અને અસામાજીક તત્વો પર કઈ રીતે કંટ્રોલ કરી શકાશે ? પોલીસની આ કાર્યવાહી ક્યાં સુધી ચાલુ રહેશે તેમ ચર્ચાઈ રહ્યંy છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક