• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બાંગ્લાદેશમાં બળવાની ચેતવણી

યુનુસનું આવાસ, સંસદ સુધી કબજો કરી લેશું : ઈંન્કલાબ મંચ

ઢાકા તા.ર8 : બાંગ્લાદેશમાં રવિવારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનાવ્યા છે. ઇન્કલાબ મંચે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે જે સવારે 11 વાગ્યે શરૂ થયું હતું. ઇન્કલાબ મંચે યુનુસ સરકાર સામે બળવો કરવાની ધમકી પણ આપી છે. મંચે ચેતવણી આપી છે કે જો તમને લાગે છે કે સચિવાલય અને છાવણીની અંદર તમારું નિયંત્રણ છે, તો તમે ખોટા છો. જો અમે ઇચ્છતા હોત તો અમે 12 ડિસેમ્બરે હાદીની જનાજા દરમિયાન સરકાર બદલી શક્યા હોત. તમારા જમુના અને છાવણી તમને બચાવી શક્યા ન હોત.

ઇન્કલાબ મંચે ફેસબુક પોસ્ટમાં જાહેરાત કરી કે ઢાકાના શાહબાગ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઘણા કાર્યકરો શુક્રવારથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે વિરોધ પ્રદર્શનોને કારણે ઢાકાના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો. આજે અમે શાહબાગમાં છીએ પરંતુ આવતીકાલ સુધીમાં અમે જમુના સુધીના તમામ રસ્તા પર કબજો કરી લઈશું. નોંધનીય છે કે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નિવાસસ્થાનનું નામ જમુના છે.

ઇ-પેપરના નવા શુલ્ક