• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બેટલ ઓફ સક્સેસમાં સબાલેંકા સામે કિર્ગિયોસની જીત

દુબઇ, તા.29: રવિવારે દુબઇમાં હાઈપ્રોફાઇલ ટેનિસ ફ્રેન્ડલી મેચ યોજાયો હતો. જેમાં એક તરફ હતી મહિલા ટેનિસની નંબર વન ખેલાડી આર્યના સબાલેંકા અને બીજી તરફ હતો 671 નંબરનો પુરુષ ખેલાડી નિક કિર્ગિયોસ. આ ચર્ચિત મુકાબલાને બેટલ ઓફ સક્સેસ નામ અપાયું હતું. જેમાં નિક કિર્ગિયોસનો 6-3 અને 6-3થી વિજય થયો હતો. આ મેચમાં કેટલાક નિયમમાં ફેરફાર થયા હતા. બન્ને ખેલાડીને ફકત એક જ સર્વની મંજૂરી હતી. સબાલેંકાના કોર્ટનો આકાર 9 ટકા ઓછો હતો. જેથી પુરુષ ખેલાડી કિર્ગિયોસની રફતાર સામે સંતુલન રાખી શકે. આમ છતાં નંબર વન મહિલા ખેલાડી સબાલેંકા આસાનીથી હારી ગઇ હતી. આ મેચ ફકત પ્રદર્શની મેચ હતો, પણ ચર્ચિત બન્યો છે. પુરુષ અને મહિલા ખેલાડી વચ્ચે નિયમમાં ફેરફાર કરી ટેનિસ મેચ રમાડવાની કેટલાકે ટીકા કરી છે. તો કેટલાક ચાહકો તેને મનોરંજક બતાવી રહ્યા છે. કિર્ગિયોસ એક સમયે એટીપી વિશ્વ ક્રમાંકમાં ટોપ ટેનમાં સામેલ હતો. તે પાછલી સીઝનમાં ફક્ત 6 મેચ જ રમ્યો હતો. આથી તે હવે વિશ્વ ક્રમાંકમાં છેક 671 નંબર પર ખસી ગયો છે.

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક