• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

મેલબોર્ન પીચથી ICC નારાજ : ખરાબ રેટિંગ આપ્યું MCGને 1 ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો

મેલબોર્ન, તા.29 : એશિઝ સિરીઝના ચોથા અને બોક્સિંગ ડે ટેસ્ટની પિચથી આઇસીસી નારાજ છે. આઇસીસી મેચ રેફરી જેફ ક્રોએ મેલબોર્નની પીચને ખરાબ(અસંતોષજનક) રેટિંગ આપ્યું છે. આ કારણે એમસીજીને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ચોથો ટેસ્ટ મેલબોર્નનની ખતરનાક પિચ પર ફક્ત બે દિવસની અંદર સમાપ્ત થઈ ગયો હતો. આ દરમિયાન કુલ 36 વિકેટ પડી હતી. બીજા દિવસે ચાના સમય બાદ ઇંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો.

મેચ બાદ વિજેતા કપ્તાન બેન સ્ટોકસ અને પરાજીત કપ્તાન સ્ટિવન સ્મિથે એમસીજી પીચની ઉગ્ર ટીકા કરી હતી. આ પીચ પર 10 મીમી ઘાસ હતું. ક્યુરેટરે પણ પોતાની ભુલ સ્વીકારી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ જેમ્સ ઓલસોપ્પે કહ્યું છે કે ઘણા દર્શકો પાસે ત્રીજા  અને ચોથા દિવસની ટિકિટ હતી પરંતુ બે દિવસમાં મેચ ખતમ થવાથી તેઓ નારાજ છે.

આઇસીસીએ પીચ રેટિંગની 4 શ્રેણી રાખી છે. જેમાં અસંતોષજનક ત્રીજાં સ્થાન પર છે. જેમાં પીચમાંથી બોલરોને વધુ ફાયદો મળે છે અને બોલ અને બેટ વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળતો નથી. બે દિવસમાં બોક્સિંગ ડે સમાપ્ત થવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 10 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક