મેલબોર્ન, તા.29: આગામી ટી-20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયાની ટીમમાં ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને જગ્યા મળશે તેવા રિપોર્ટ છે. જે પાછલા ટી-20 વર્લ્ડ કપ પછીથી આ ફોર્મેટનો એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. કમિન્સ ઉપરાંત ઇજાનો સામનો કરી રહેલ અન્ય એક ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને ફટકાબાજ ટિમ ડેવિડ પણ વિશ્વ કપની ઓસ્ટ્રેલિયા ટીમમાં સામેલ હશે. બન્ને હાલ ફિટ નથી, આમ છતાં તેઓ વર્લ્ડ કપ ટીમમાં હશે. ટી-20 વર્લ્ડ કપના 1પ ખેલાડી જાહેર કરવાની આઇસીસીની ડેડલાઇન 2 જાન્યુઆરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એક-બે દિવસમાં જાહેર થઈ શકે છે. હેઝલવૂડ ઇજાને લીધે એશિઝ શ્રેણીની બહાર છે જ્યારે કમિન્સ ફક્ત એક ટેસ્ટ મેચ જ રમ્યો છે.
ઓસ્ટ્રેલિયાની
સંભવિત ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યૂ શોર્ટ, ટિમ ડેવિડ,એલેક્સ કેરી,
માર્કોસ સ્ટોઇનિસ, ગ્લેન મેકસવેલ, પેટ કમિન્સ, નાથન એલિસ, જોશ હેઝલવૂડ,એડમ ઝમ્પા, કેમરૂન
ગ્રીન, જોશ ઇંગ્લિશ, મિચેલ ઓવન અને બેન ડવારશિશ.