• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

રોબોટિક્સની દુનિયામાં સૌથી નાનકડા રોબોટની એન્ટ્રી

સોલાર પેનલ અને અન્ય સેન્સર સાથે પ્રોગ્રામેબલ રોબોટ સામે ચોખાનો દાણો પણ વિશાળ

નવી દિલ્હી, તા. 29 : રોબોટિક્સની દુનિયામાં હવે સૌથી નાનકડા રોબોટની એન્ટ્રી થઈ છે. જેનું કદ ચોખાના દાણા કરતા પણ ઘણું નાનું છે. રોબોટ બનાવનારા ડેવલોપરનો દાવો છે કે રોબોટ આંગળીની રેખાઓ કરતા પણ નાનો છે. તેમ છતાં તેમાં ઘણા સેન્સર અને સોલાર સિસ્ટમ વગેરે લગાડવામાં આવ્યા છે. આ રોબોટ એટલો નાનો છે કે જો સિક્કા ઉપર મુકવામાં આવે તો નજરમાંથી ગાયબ થઈ શકે છે.

નાનકડા રોબોટની પહોળાઈ 200#300  માઈક્રોમીટર છે અને જાડાઈ માત્ર 50 માઈક્રોમીટર છે. સામાન્ય રીતે એક ચોખાના દાણાની જાડાઈ 5500થી લઈને 10,000 માઈક્રોમીટર સુધી હોય છે. રોબોટને પેન્સિલવેનિયા યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટીના ડેવલોપરે તૈયાર કર્યો છે. ડેવલોપર્સનો દાવો છે કે અત્યારસુધીમાં આટલા નાના કદનો કોઈપણ પ્રોગ્રામેબલ રોબોટ તૈયાર કરવામાં આવ્યો નથી. આ એક ફુલ પ્રોગ્રામેબલ રોબોટ છે જે પ્રવાહીમાં ડૂબ્યા બાદ જ કામ કરે છે. તે ફરી શકે છે અને સેન્સ કરીને તેના ઉપર પ્રતિક્રિયા આપી શકે છે. સાથે જ પાવર માટે સોલાર સેલ્સ લગાડવામાં આવ્યા છે.

ડેવલોપર્સ અનુસાર નાનકડા રોબોટનો ઉપયોગ ઈલાજમાં થઈ શકશે અને દવાથી થનારા રિએક્શનને પણ તપાસી શકાશે. આ રોબોટ સરળતાથી તાપમાન પરખી શકે છે અને ડાન્સ જેવી મૂવમેન્ટ મારફતે કોમ્યુનિકેટ કરી શકે છે. જે અમુક રીતે મધમાખી દ્વારા થતા સંપર્કથી આધારિત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક