ભાવનગર, તા. 29: શહેરના રાણી કા અર્બન વિસ્તારમાં રહેતા અને જીગર ટ્રેડર્સ બિલ્ડિંગ મટીરિયલ્સ નામની દુકાન ધરાવતા વેપારી અબ્દુલ સમહબીન હસનબીન, યમની આરબ (ઉં.વ.55) તથા તેમના મિત્ર અબ્દુલર ઝાકબીન ઉર્ફે અલાઉદીનભાઇ યમની આરબ (રહે. માવત)વાળો ખાંચો, સાંઢિયાવાડ, ભાવનગર) બન્ને મિત્રો ભાવનગરથી ભડીયાદ દરગાહ શરીફમાં દુવા- સલામ કરવા માટે પોતાની ટુ વ્હીલ વાહન નં.જીજે04ડીજી0765 લઇને જઇ રહ્યા હતા. તે વેળાએ ધોલેરા સર્કલ, ટ્રનિંગ પોઇન્ટ પાસે પાછળથી આવી રહેલી ઇનોવા કાર નં.એમએચ27 બીઇ 0787ના ચાલકે સ્કૂટરને ઠોકર મારી હતી આથી સ્કૂટર સારવાર બંને ફંગોળાઇને રસ્તા પર પડયા હતા. વાહન અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને મિત્રોને સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલા. જ્યાં સારવાર દરમિયાન અબ્દુલ સમદભાઇનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અલાઉદ્દીન આરબની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાણ થતાં ધોલેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ બનાવની તપાસ હાથ ધરી હતી.