ગુજરાત સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત સિટીઝન સર્વિસિસ ડિલીવરી અંગે મહત્ત્વના MOU
અલગ-અલગ
વેબપોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25 :
હવે 20 સરકારી સેવાઓ માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળશે. ગાંધીનગર
ખાતે રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે આ મામલે એક સમજૂતિ કરાર સંપન્ન થયા હતા.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા,
સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ
કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમારની ઉપસ્થિતિમાં સામાન્ય
વહિવટ વિભાગના તાલીમ અને વહિવટી સુધારણા પ્રભાગના સચિવ હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર
અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તથા કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે આ એમઓયુ પર હસ્તાક્ષર
કરીને પરસ્પર આપ-લે કરી હતી. રાજ્ય સરકારે ઋઅછઈની ભલામણો અનુસાર સુગમ ડિઝીટલ ગુજરાત
ઈનિસ્યેટીવ્ઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ
વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબધ્ધ કરાવી છે.
હવે,
આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથો-સાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત
કરવામાં મેટા અને રાજ્ય સરકાર વચ્ચેના આ ખઘઞ મહત્ત્વપૂર્ણ બનશે અર્થાત જે મુજબ, હવે,
અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વોટ્સએપ આધારિત ચેટ બોટથી રાજ્ય ભરના નાગરિકો એક જ વોટ્સએપ
નંબર દ્વારા આવી 20 મહત્વપૂર્ણ સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી
શકશે તો સ્વાભાવિક રીતે જ આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી
કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ આવનારા દિવસોમાં મુક્તિ
મળશે.
આ
સાથે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સરકારની સેવાઓની પહોંચ વધશે અને ટેક્નોલોજીનો
લાભ હવે સામાન્ય માણસ સુધી ઘરે બેઠા પહોંચશે.