લખનઉ, તા. 24 : ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતના બે પાનકાર્ડના મામલામાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી છે. એમપીએમએલકે કોર્ટે આ મામલામાં તેમની સજા સાતમાંથી વધારીને 10 વર્ષની કરી નાખી હતી. સાથોસાથ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કોર્ટે કર્યો છે. અગાઉ નીચલી અદાલતે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને સાત-સાત વર્ષની જેલ સાથે પ0-પ0 હજારનો દંડ કર્યો હતો. આજના ફેંસલામાં એમપીએમએલકે કોર્ટે આઝમને 10 વર્ષની સજા સામે પાંચ લાખનો દંડ અને પુત્ર અબ્દુલ્લાની સજા સાત વર્ષની રાખી, સાડા ત્રણ લાખનો દંડ કર્યો હતો. ફરિયાદી અને ભાજપ ધારાસભ્ય આકાશ સકસેનાએ આ ફેંસલાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, કાયદાથી ઉપર કોઈ નથી.