• સોમવાર, 25 મે, 2026

બાર્યન મ્યૂનિચ જર્મન કપ વિજેતા

સ્ટટગાર્ડ સામેના ફાઇનલમાં હેરી કેનની ગોલ હેટ્રિક

મ્યૂનિચ તા.24: હેરી કેનની શાનદાર હેટ્રિકની મદદથી બાર્યન મ્યૂનિચ ડીએફબી-પોકાલ (જર્મન કપ)ના ફાઇનલમાં સ્ટટગાર્ડ ટીમને 3-0 ગોલથી હાર આપીને ચેમ્પિયન બની છે. બાર્યન મ્યૂનિચ ટીમે આ શાનદાર જીત સાથે 21મો જર્મન કપ ખિતાબ કબજે કર્યોં છે. વર્તમાન સીઝનમાં બાર્યન મ્યૂનિચ બુંદેસલીગાનો ખિતાબ પણ કબજે કરી ચૂકી છે. કલબે 14મીવાર એક સીઝનમાં લીગ અને કપ બન્ને ખિતાબ કબજે કર્યાં છે. સ્ટાર સ્ટ્રાઇકર હેરી કેન ફાઇનલના બીજા હાફમાં ગોલની હેટ્રિક કરી હતી. તેણે પહેલો ગોલ પપમી મિનિટે, બીજો ગોલ 80મી મિનિટે અને ત્રીજો ગોલ ઈન્જરી ટાઇમમાં કર્યોં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી May 25, Mon, 2026