ઈંધણની બચત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરી પસંદ કરી, વડાપ્રધાનની અપીલનું પાલન કરી ઉદાહરણ પૂરું પાડયું
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 24 : દેશમાં ઇંધણ બચત અને ઊર્જા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઇંધણનો
સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
ઇંધણ બચતનો સંદેશ આપવા માટે રેલવે મુસાફરી પસંદ કરી હતી. મુખ્યમંત્રી વંદે ભારત ટ્રેનમાં
બેસીને અમદાવાદથી સુરત જવા નીકળ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા
પણ જોડાયા હતા. તેમના આ નિર્ણયને લોકો દ્વારા સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ માટે હેલિકોપ્ટર અથવા વિમાનનો ઉપયોગ
થતો હોય છે.
ભારત
સરકાર પણ ઊર્જા સુરક્ષા અને ઇંધણ બચત પર ખાસ ધ્યાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ દેશવાસીઓને અને સરકારી તંત્રને ઇંધણનો બિનજરૂરી વપરાશ ઘટાડવા અપીલ કરી હતી. હવે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના (જુઓ પાનું 10)
વર્તન
દ્વારા આ અપીલનું પાલન કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આજે સાંજે સુરતમાં યોજાનારા એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા સુરત ગયા હતા.
રાજ્ય સરકારનાં સૂત્રો અનુસાર, આ નિર્ણય માત્ર પ્રતિકાત્મક નથી પરંતુ ઊર્જા બચત અને
પર્યાવરણ પ્રત્યે જવાબદારી દર્શાવતો પ્રયાસ છે.