નવી દિલ્હી, તા.2પ: આઇપીએલ-2026ના લીગ તબક્કાના મેચોની સમાપ્તિ થઇ ચૂકી છે. ગઈકાલે બે અંતિમ લીગ મેચ રમાયા હતા. રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઈન્ડિયન્સ સામે જીત મેળવી પ્લેઓફ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સનો કેકેઆર સામે પ્રોત્સાહક વિજય થયો હતો.
રાજસ્થાન
માટે જીતનો હિરો જોફ્રા આર્ચર બની રહ્યો હતો. તેણે ઝડપી 32 રન પછી ફક્ત 17 રનમાં 3
વિકેટ ઝડપી હતી. આથી તેણે પર્પલ કેપની રેસમાં અંશુલ કમ્બોજ, રાશિદ ખાન અને ઇશાન મલિંગાને
પાછળ છોડીને ત્રીજુ સ્થાન હાંસલ કરી લીધું હતું. આર્ચરથી આગળ રબાડા અને ભુવનેશ્વર છે.
ઓરેન્જ
કેપ લીડર બોર્ડ પર સાઇ સુદર્શન, શુભમન ગિલ અને હેનરિક કલાસેન ટોચ પર છે. વૈભવ સૂર્યવંશી
પ83 રન સાથે રેસમાં સામેલ છે. જયારે કેએલ રાહુલે કોલકતા સામે 60 રનની ઈનિંગ રમી હતી.
આથી તેણે ચોથા નંબર સાથે સીઝન સમાપ્ત કરી છે. તેના ખાતામાં કુલ પ93 રન છે.