ઉમરાળા તા.25: અમદાવાદ-અમરેલી હાઈવે પર આવેલ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યકિતનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. પરવાળા ગામ નજીક આવેલ ખારાના મેલડી માતાજીના મંદિર પાસે એક કાર ચાલકે પરવાળાના બાઈક ચાલક ગોરધનભાઈ તળશીભાઈ વનાળિયા (ઉં.વ.55) ના બાઈકને ટક્કર મારતાં રોડ પર પટકાયેલા ગોરધનભાઈનું સ્થળ પર જ કમકમકટી ભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં પરવાળાના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ધસી ગયા હતા અને 108 તથા ઉમરાળા પોલીસને જાણ કરી હતી. કાર ચાલક લીલિયાના ખારા ગામનો હોવાનું જાણવા મળે છે.