ત્રણ મિત્રો કારમાં સવાર હતા, ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો
અમરેલી, તા.25: ઉપલેટા ગામે જીરાપા
પ્લોટ, ગરબી શેરીમાં રહેતા હાર્દીકભાઈ શાંતીલાલ કપુપરા તથા રાજકોટ ગામે રહેતા પ્રકાશભાઇ
મોહનભાઇ કંટારિયા તથા જયદીપભાઇ પ્રહલાદભાઇ રાવત જે ત્રણેય મિત્રો હોય ગત તા. 23ના રાત્રીના
આશરે દોઢેક વાગ્યે ત્રણેય મિત્રો દીવ ફરવા માટે ગયા હતા
બાદમાં ગત તા. 24ના રોજ બપોરના આશરે બે વાગ્યે દીવથી
પરત ઘરે રાજકોટ જવા રવાના થયેલા હતા. આશરે સાડા ચારેક વાગ્યાના અરસામા ધારી તાલુકાના
મોટી ધારગણી ગામથી આગળ વાવડી ગામ પાસે પહોચતા કાર ચાલક પ્રકાશભાઈએ કાર પૂરઝડપે ચલાવતા
સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની જમણી બાજુમા ફંગોળાઇ અને પલટી મારી ગઈ હતી.
અને જયદીપભાઈ કમરના ભાગેથી કાર નીચે દબાઈ ગયા હતા
એવામા આસપાસ નીકળતા વાહનો ઉભા રહેલા અને આ ફોર વ્હીલર
ગાડી ઉંચી કરી જયદીપભાઇને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં જયદીપભાઇને ચલાલા સીવિલ હોસ્પિટલમાં લાવેલ જ્યાં ફરજ પરના તબીબે
જયદીપભાઈને મરણ ગયેલા જાહેર કરાયા હતા.