કોન્ફરન્સ કોલ દરમિયાન ટ્રમ્પના પ્રસ્તાવથી છવાયો સન્નાટો : ઈરાન પણ સમજૂતીમાં સામેલ થશે તેવો ટ્રમ્પનો દાવો
નવી
દિલ્હી, તા. 25 : ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની વાતચીત જેમ જેમ આગળ વધી રહી છે તેમ ટ્રમ્પની
નજર શાંતિ ઉપરાંત અન્ય અલગ અલગ બાબતો ઉપર પણ પડી રહી છે. બંધ દરવાજે ટ્રમ્પ હવે પોતે
પશ્ચિમ એશિયાનું સમીકરણ બદલવાની કોશિશ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ
એક કોન્ફરન્સ કોલ દરમિયાન ઘણા અરબ દેશ અને મુસ્લિમ બહુમતીના દેશોના નેતાઓને કહ્યું
હતું કે ઈરાન સાથે યુદ્ધ ખતમ થતા તેઓ ઈચ્છે છે કે વધુ દેશો ઈઝરાયલને માન્યતા આપે અને
અબ્રાહમ એકોર્ડમાં સામેલ થાય છે. આ સાથે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે ઈરાન પણ આ સમજૂતીમાં
સામેલ થશે.
ટ્રમ્પે
ઈરાન સાથે ચાલી રહેલી કૂટનીતિક વાતચીતમાં મદદ માટે ખાડી દેશોનો આભાર માનતા ઈશારો કર્યો
હતે કે ઈરાન અબ્રાહમ એકોર્ડનો હિસ્સો બની શકે છે. અબ્રાહમ એકોર્ડનો હેતુ ખાડી દેશોને
ઈઝરાયલની નજીક લઈ આવવાનો હતો. જો કે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણી ઉપર કોઈ પ્રતિક્રિયા
આપી નથી પરંતુ જો ટ્રમ્પની વાત સાચી સાબિત થાય તો એક નવી જ વ્યવસ્થા ઉભરી શકે છે. ડોનાલ્ડ
ટ્રમ્પે ખાડી દેશના નેતાઓને કહ્યું હતું કે ઈરાન યુદ્ધ ખતમ થયા બાદ આશા છે કે જે દેશે
હજી સુધી ઈઝરાયલને માન્યતા નથી આપી તેઓ સંબંધો સામાન્ય કરવાની દિશામાં આગળ વધશે. આ
ટિપ્પણી બાદ કોન્ફરન્સ કોલમાં અચાનક સન્નાટો છવાયવો હતો. ખાસ કરીને સાઉદી અરબ, કતર
અને પાકિસ્તાનના નેતાઓ તરફથી મૌન સેવી લેવામાં આવ્યું હતું. આ દેશોના ઈઝરાયલ સાથે કોઈ
ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી.
જો
કે ટ્રમ્પની આ નીતિમાં સૌથી મોટી અડચણ સાઉદી અરબ છે. જે ઔપચારિક રીતે ઈઝરાયલને માન્યતા
આપતું નથી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પહેલા ઈઝરાયલ સાથે સંબંધો બનાવવા
નરમાશ બતાવી હતી પણ ગાઝા યુદ્ધ અને ઈરાન સાથે તણાવના કારણે સ્થિતિ ફરી પાછી વણસી રહી
છે. સાઉદી સ્પષ્ટ કહી ચૂક્યું છે કે પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતાનો રસ્તો નક્કી
થાય પછી જ આગળ વિચાર કરવામાં આવશે.