મુંબઈ, તા. 25 : દુનિયાની બ્રાન્ડ બજારમાં 2026નું વર્ષ ઐતિહાસિક બની ગયું છે. વિશ્વની ટોચની 100 બ્રાન્ડની કિંમત 13 લાખ કરોડ ડોલર એટલે કે, 1244 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. એઆઈની લહેર પર સવાર બ્રાન્ડ્સે વિક્રમ તોડયા છે. ચાર વર્ષથી મોખરે રહેલી એપલનું સ્થાન છીનવી બ્રાન્ડવેલ્યૂમાં 57 ટકા વધારા સાથે ગૂગલ ટોચ પર પહેંચી ગઈ છે. પહેલીવાર એકસાથે ચાર બ્રાન્ડ એક લાખ કરોડ ડોલરને પાર પહોંચી ગઈ છે. ગૂગલ 142 લાખ કરોડ, એપલ 132 લાખ કરોડ રૂપિયા, માઈક્રો સોફ્ટ 106 લાખ કરોડ અને એમેઝોન 98 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. ચેટ-જીપીટીની બ્રાન્ડવેલ્યૂ એક જ વર્ષમાં 285 ટકા ઉછળીને 16 લાખ કરોડ થઈ ગઈ. આ કોઈ પણ કંપનીની સૌથી તેજ ગતિ છે. ફેસબુકની બ્રાન્ડવેલ્યૂ 35 લાખ કરોડ, ઈન્સ્ટાગ્રામની 27 લાખ કરોડ, ઓરેકલની 23 લાખ કરોડ રૂપિયા, મેકડોનાલ્ડ્સની 23 લાખ કરોડ રૂપિયા વધી છે.