સાતમા ક્રમનો ટેલર ફિટ્જ ભારતીય મૂળના અમેરિકી ખેલાડી સામે હારી બહાર
પેરિસ
તા.2પ: સર્બિયનો 24 ગ્રાંડસ્લેમ ટાઇટલ વિજેતા 39 વર્ષીય નોવાક જોકોવિચ ફ્રેંચ ઓપનના
બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. પહેલા રાઉન્ડના ફ્રાંસના યુવા ખેલાડી જી. પેરીકાર્ડ સામે
પહેલો સેટ હાર્યાં બાદ જોકોવિચે સફળ વાપસી કરી મેચ પોતાના નામે કર્યો હતો. વિશ્વ નંબર
3 ખેલાડી જોકોવિચનો પ-7, 7-પ, 6-1 અને 6-4થી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા
બનાવી હતી.
ફ્રેંચ
ઓપનના પ્રારંભે જ ઉલટફેર થયો હતો. 7મા ક્રમનો અમેરિકી ખેલાડી ટેલર ફિટજ પહેલા રાઉન્ડમાં
ભારતીય મૂળના 21 વર્ષીય અમેરિકી ખેલાડી નિશેશ વસાવરેડ્ડી સામે 7-6, 7-6, 6-7 અને 6-1થી
હારીને બહાર થયો હતો. જયારે જર્મન ખેલાડી એલેકઝાંડર જેવરેવનો પહેલા રાઉન્ડમાં ફ્રાંસીસી
ખેલાડી બેંજામીન બોંજી સામે 6-3, 6-4 અને 6-2થી સરળ વિજય થયો હતો.
મહિલા
વિભાગમાં બ્રિટનની યુવા ખેલાડી એમ્મા રાડુકાનુ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ હતી.