ફ્રાન્સ સાથે સોદાની પ્રક્રિયામાં અપડેટ
નવી દિલ્હી, તા.25 : ભારતના દુશ્મનોની ઊંઘ ફરી એક વખત ઉડવાની છે. હકીકતમાં રાફેલ સોદાને
લઈને નવા અપડેટ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને મેક
ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારતે મોટી સૈન્ય સમજૂતીની બ્લુપ્રિન્ટ તૈયાર કરી
છે. જેના હેઠળ ભારત ફ્રાન્સથી 114 રાફેલ ખરીદશે. જેમાંથી 90નું નિર્માણ ભારતમાં જ કરવામાં
આવશે.
રિપોર્ટ અનુસાર રક્ષા અધિગ્રહણ
પરિષદથી મંજૂરી મળ્યા બાદ ભારતીય વાયુસેના માટે 114 યુદ્ધ વિમાનોની ખરીદી માટે સત્તાવાર
રીતે એલઓઆર (લેટર ઓફ રિક્વેસ્ટ) તૈયાર થઈ ચુક્યો છે. હવે આ લેટર મળ્યા બાદ ફ્રાન્સ
વિમાનોની કિંમત, ડિલીવરીની તારીખ અને લોજિસ્ટીક સપોર્ટની પુરી જાણકારી ભારતને સોંપશે. ત્યાર બાદ રક્ષા મંત્રાલય સત્તાવાર રીતે
અંતિમ વાતચીત શરૂ કરશે.
આ સોદા હેઠળ 24 વિમાન પુરા તૈયાર
થઈને ભારત આવશે. જ્યારે 90 યુદ્ધ વિમાનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે.
આ માટે ફ્રાન્સની કંપની ડસો એવિએશન
ભારતીય રક્ષા કંપની સાથે મળીને ભારતમાં જ એક પ્રોડક્શન યુનિટ સ્થાપિત કરશે.