39,349
ઉમેદવારી પત્ર ભરાયા હતા, 11,333 ફોર્મ રદ થયા, 28,016 ફોર્મ માન્ય રખાયા
1532
પાછા ખેંચાયા બાદ 310 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.15 : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણી
માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યની 393 સ્થાનિક
સંસ્થાઓમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો
માટે 26 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જ્યારે 11 નગરપાલિકાની 13 ખાલી બેઠકો
માટે પેટાચૂંટણી પણ યોજાશે.
કુલ
મળીને 39,349 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી દરમિયાન 11,333 ફોર્મ વિવિધ કારણોસર
રદ કરવામાં આવ્યા. ત્યારબાદ 28,016 ફોર્મ માન્ય રહ્યા. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી
તારીખ સુધીમાં 1,532 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે 310 ઉમેદવારો બિનહરીફ
જાહેર થયા અને કુલ 26,174 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેશે.
વિભાગવાર
વિગતો મુજબ, 15 મહાનગરપાલિકાઓમાં 5,986 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 3,378 માન્ય રહ્યા.
124 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને 34 બિનહરીફ જાહેર થયા. અંતે 3,220 ઉમેદવારો વચ્ચે
ચૂંટણી થશે. 84 નગરપાલિકાઓમાં 7,819 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 6,295 માન્ય રહ્યા.
400 ફોર્મ પરત ખેંચાયા અને 276 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. હવે 5,619 ઉમેદવારો ચૂંટણી
મેદાનમાં રહેશે. 34 જિલ્લા પંચાયતોમાં 4,906 ફોર્મ ભરાયા હતા. ચકાસણી બાદ 3,364 ફોર્મ
માન્ય રહ્યા અને 235 ફોર્મ પરત ખેંચાયા. હવે 3,129 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં સ્પર્ધા
રહેશે. 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 20,638 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 14,979 માન્ય
રહ્યા અને 773 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું. અંતે 14,206 ઉમેદવાર ચૂંટણી લડશે. આ
ઉપરાંત પેટાચૂંટણી માટેની 11 નગરપાલિકાઓની 13 બેઠકો માટે 40 ફોર્મમાંથી 11 રદ થયા,
4 પરત ખેંચાયા અને 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. અંતે 22 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી જંગની આખરી સ્થિતિ
સંસ્થા કુલ ફોર્મ ફોર્મ
રદ માન્ય ફોર્મ પરત ખેંચાયા બિનહરીફ ચૂંટણીમેદાનમાં 15- મનપા 5986 2608 3378 124 34 3220
84-
પાલિકા 7819 1524 6295 400 276 5619
34-જિ.પં. 4906 1542 3364 235 00 3129
260-તા.પં. 20,638 5659 14,979 773 00 14,206
કુલ-393
સંસ્થા 39,349 11,333 28,016 1,532 310 26,174
11-પાલિકા
પેટાચૂંટણી 40 11 29 04 03 22