કર્ણાટકમાં
ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરતા પીએમ : વૃક્ષારોપણ કરવાની અપીલ
બેંગ્લોર,
તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં લોકોને નવ સંકલ્પ લેવાની અપીલ કરી
હતી. પાણી બચાવો અને પ્રાકૃતિક ખેતી કરો તેવું આહ્વાન વડાપ્રધાને કર્યું હતું. ‘એક
પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ, જાહેર અને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા પર પણ
મોદીએ ભાર મૂક્યો હતો. માંડયા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિશુંયન ગિરિમઠમાં ગુરુ ભૈરવૈક્ય
મંદિરનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને ‘લોકલ ફોર વોકલ’ દ્વારા સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા
ભલામણ કરી હતી. તેલનો ઉપયોગ ઘટાડવા, બરછટ અનાજોનો ઉપયોગ વધારીને આરોગ્યને સ્વસ્થ રાખવાની
શીખ પણ વડાપ્રધાને આપી હતી.