• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

RCBની સંગીન બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે LSG 146 રનમાં ડૂલ

રસિખ સલામની 4 અને ભુવનેશ્વર કુમારની 3 વિકેટ

બેંગ્લુરુ તા.1પ: વર્તમાન આઇપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની શાનદાર બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે લખનઉ સુપર જાયન્ટસ ટીમ 20 ઓવરમાં 146 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. આરસીબી તરફથી મીડીયમ પેસર રસિખ સલામે 4 ઓવરમાં 24 રનમાં સર્વાધિક 4 વિકેટ લીધી હતી. જયારે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને 27 રનમાં 3 વિકેટ મળી હતી. સ્પિનર કુણાલ પંડયાએ 2 અને જોશ હેઝલવૂડે 1 વિકેટ લીધી હતી.

લખનઉ તરફથી સર્વાધિક 40 રન ઓપનર મિચેલ માર્શે 32 દડામાં 3 ચોક્કા-2 છક્કાની મદદથી કર્યાં હતા. કપ્તાન ઋષભ પંત 3 દડાનો સામનો કરી રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી સાતમા ક્રમે બેટિંગમાં આવી 1 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. નિકોલસ પૂરન (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. માર્કરમ 7 રન જ કરી શકયો હતો. આયુષ બડોનીએ 24 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી 38 રનનો ચમકારો કર્યોં હતો. નવા પિંચ હિટર મુકુંદ ચૌધરીએ 28 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી ઝડપી 39 રન કરી લખનઉનો સ્કોર 146 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો. પાવરપ્લેમાં 1 વિકેટે 3પ રન કરનાર લખનઉની ઈનિંગમાં 6 છક્કા અને 11 ચોક્કા લાગ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક