BCCIને
જાણ કરી હોવાના રિપોર્ટ
નવી
દિલ્હી, તા.1પ: ભારતીય ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવ માટે આગામી કેટલાક મહિના તેની
કારકિર્દીની દીશા નિશ્ચિત કરનારા સાબિત થશે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ
ગંભીર તેમનો કાર્યકાળ 2028 ટી-20 વિશ્વ કપ સુધી ચાલુ રાખવા ઇચ્છુક છે. રિપોર્ટ અનુસાર
ગંભીર આ બાબતની જાણ બીસીસીઆઇને કરી પણ દીધી છે.
ગૌતમ
ગંભીરનો કાર્યકાળ 2027 વન ડે વર્લ્ડ કપ સુધીનો છે. તે હવે તેના કાર્યકાળને વિસ્તાર
દેવાની યોજના બનાવી રહ્યા છે. તે હવે ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડમાં રમાનાર ટી-20 વર્લ્ડ
કપ-2028 સુધી કોચ પદ પર બની રહેવા માગે છે. ગંભીરના કોચ રહેતા ટીમ ઇન્ડિયાએ બે આઇસીસી
ખિતાબ ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી-20 વર્લ્ડ કપ જીત્યા છે. આથી તેઓ તેમનો કાર્યકાળ વધારવામાં
આવશે તેવી ઇચ્છા રાખી રહ્યા છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર કોચ ગંભીરના સમર્થક છે.
બીજી
તરફ બીસીસીઆઇના એક અધિકારીએ સૂર્યકુમાર વિશે કહ્યું તે ટી-20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો
છે પરંતુ એક બેટધરના રૂપમાં તેણે પ્રદર્શન સુધારવું પડશે. તે આયરલેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસમાં
કપ્તાની કરશે. એ પછી 2028ના વર્લ્ડ કપનો રોડમેપ પણ કામ થશે. આથી સૂર્યા માટે અંગત દેખાવ
સુધારવો પણ જરૂરી છે.