• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

સનરાઇઝર્સને રાહત : નિયમિત કપ્તાન કમિન્સ કાલે ટીમ સાથે જોડાશે

સિડની, તા.1પ: સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. નિયમિત કપ્તાન પેટ કમિન્સ 17 એપ્રિલે ભારત પહોંચી જશે અને એસઆરએચ ટીમ સાથે જોડાશે. પેટ કમિન્સનો બુધવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ફિટનેસ ટેસ્ટ કરાયો હતો. જે તેણે કલીયર કરી લીધો હોવાના રિપોર્ટ છે. કમિન્સ સીઝનની શરૂઆતમાં ટીમ નેટમાં બોલિંગ કરી રહ્યો હતો. તેની ગેરહાજરીમાં સનરાઇઝર્સની કપ્તાની ઇશાન કિશન સંભાળી રહ્યો છે. તેના નેતૃત્વમાં સનરાઇઝર્સને પ મેચમાં 2 જીત અને 3 હાર મળી છે.  કમિન્સ ગત વર્ષથી પીઠની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ડિસેમ્બરમાં રમાયેલા એશિઝ સિરીઝના ત્રીજા ટેસ્ટને છોડીને તે કોઇ પ્રતિસ્પર્ધી મેચ રમ્યો નથી. તે હવે આઇપીએલથી વાપસી કરવા માગે છે. સનરાઇઝર્સનો હવે પછીનો મેચ 18 એપ્રિલે સીએસકે સામે છે. જેમાં કમિન્સ કદાચ એક્શનમાં જોવા મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક