બ્રિટન,
ફ્રાન્સના વડપણ હેઠળ હોર્મુઝને સુરક્ષિત કરવાની યુરોપીયન દેશોની પહેલ
નવી
દિલ્હી, તા. 15 : હોર્મુઝ નાકાબંધીથી વકરેલા મતભેદો વચ્ચે યુરોપીય દેશોએ હવે અમેરિકાથી
અલગ થઇને પોતાની સ્વતંત્ર સુરક્ષા રણનીતિ બનાવવા પહેલ કરી છે.
બ્રિટન
અને ફ્રાન્સના વડપણમાં એક નવો જ સુરક્ષા ઢાંચો રચાઇ રહ્યો છે, જેને ‘યુરોપીયન નાટો’
કહેવાઇ રહ્યો છે.
હોર્મુઝ
જેવા દુનિયાના સૌથી મહત્ત્વના તેલ માર્ગોમાં જહાજી રૂટને ફરી બહાલ કરવા સાથે પોતાની
ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આ અમેરિકા વગરના નાટોનો મુખ્ય હેતુ છે.
આ નવી
સુરક્ષા યોજનાની ખાસ વાત એ છે કે, તેમાં અમેરિકાને ઇરાદાપૂર્વક અલગ રખાયું છે. અમેરિકી
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુરોપીય દેશોમાં ઇરાન યુદ્ધ, નાકાબંધી પર ઊંડા મતભેદ થયા છે.
અનેક
યુરોપીય દેશોએ અમેરિકાના આક્રમક સૈન્ય અભિયાનોને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો છે.
આ જ
કારણ છે કે, યુરોપ ‘આત્મનિર્ભર સુરક્ષા’ની દિશામાં આગળ વધી રહ્યું છે. અલગ જૂથનો વિરોધ
કરતા રહેલા જર્મની જેવા દેશો પણ હવે ‘યુરોપીયન નાટો’નું સમર્થન કરી રહ્યા છે.
આખી
યુરોપીય રણનીતિ મુખ્યરૂપે હોર્મુઝ સ્ટ્રેસને સુરક્ષિત કરવા પર કેન્દ્રિત છે, આ અમેરિકા
માટે મોટો ઝટકો છે.
પાક.
ગયેલા ઈરાની નેતાઓ ઉપર હતો હુમલાનો ખતરો
નવી
દિલ્હી, તા.1પ: પાકિસ્તાનમાં અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો અનિર્ણિત રહ્યા પછી તહેરાન
પરત ફરતા ઈરાની પ્રતિનિધિમંડળને ગંભીર સુરક્ષા ખતરાઓનો સામનો કરવો પડયો હતો. જેનાં
હિસાબે ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદનાં અધ્યક્ષ મોહમ્મદ-બાકેર ગાલિબાફ
સહિતનાં પ્રતિનિધિ મંડળે રસ્તામાં અધવચ્ચેથી પોતાનું હવાઈ જહાજ પણ બદલી નાખ્યું હતું.
ઈરાનનાં રાજકીય વિશ્લેષક મોહમ્મદ મરાંદીએ જણાવ્યા અનુસાર પ્રતિનિધિમંડળે જહાજ બદલવાની
સાથે બસ અને ટ્રેનથી તહેરાન પહોંચવાનો વૈકલ્પિક માર્ગ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,
મરાંદી પોતે પણ પ્રતિનિધિમંડળ સાથે ઈસ્લામાબાદ ગયા હતાં. તેમનાં જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદ
જતાં વખતે તેમને સીધી ધમકી મળી હતી કે, તેમનાં વિમાન ઉપર પણ હુમલો થઈ શકે છે. જેનાં
હિસાબે પરત આવતી વખતે ગુપ્ત રીતે પ્રતિનિધિમંડળે પોતાનું વિમાન જ બદલી નાખ્યું હતું.