વડાપ્રધાનની મન કી બાત : કુદરતી આફતો, દુર્ઘટનાઓ, જમ્મુ-કાશ્મીરની ઉપલબ્ધિ, શહડોલનું ફૂટબોલ ગામ, ઞઙજઈના ઉમેદવારો, સૂરતના સિક્યોરિટી ગાર્ડ, સોલર લાઈટથી ખેડૂતોને લાભ જેવા મુદ્દે વાત કરી
નવી
દિલ્હી તા.31 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 1રપમા ભાગમાં
દેશને નામ સંદેશો આપ્યો હતો તેમણે દેશમાં તાજેતરમાં આવેલી કુદરતી આફતો, દુર્ઘટનાઓ,
જમ્મુ-કાશ્મીરની ઉપલબ્ધિ, શહડોલનું ફૂટબોલ ગામ, સોલર લાઈટથી ખેડૂતોને લાભ, સ્વદેશી
અપનાવો જેવા મુદ્દે વાત કરી હતી. તેમણે તહેવારમાં આત્મનિર્ભરતાનો સંદેશો આપતા સ્વદેશી
ચીજો અપનાવવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન
મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે ભયંકર પૂર અને ભૂસ્ખલન જોયું છે. આ
ઘટનાઓએ દરેક ભારતીયને દુ:ખી કર્યા છે. અમે એવા પરિવારોના દુ:ખમાં સહભાગી છીએ જેમણે
પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.
વડાપ્રધાને
કહ્યું કે યુપીએસસીના જે ઉમેદવાર ફાઈનલ યાદીમાં સ્થાન મેળવી શક્યા નહીં. તેમની માહિતી
ડિજીટલ પ્લેટફોર્મ પ્રતિભા સેતુ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે દેશની મોટી
કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. જેથી તેઓ આ કંપનીઓમાં સારી નોકરી મેળવી શકે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં
યોજાયેલા ખેલ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો અને કહ્યંy કે પુલવામાના એક સ્ટેડિયમમાં હજારો
લોકો એકઠા થયા હતા. જ્યાં પહેલો ડે નાઈટ મેચ રમાયો હતો. તેમણે કહ્યું કે મેં એક પોડકાસ્ટમાં
શહડોલના ફૂટબોલ ક્રેઝ અને ત્યાંના ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો હતો તે વાત જર્મનીના ફૂટબોલ
ખેલાડી અને કોચ ડિડમાર્ક ડોર્ફને પણ સાંભળી છે. શહડોલના ખેલાડીઓના જીવનને તેમને પ્રેરિત
કર્યા છે અને પત્ર લખીને ભારત સરકારને આ ખેલાડીઓને મદદની ઓફર કરી છે.
વડાપ્રધાને
સૂરતના એક સિક્યોરિટી ગાર્ડ જિતેન્દ્ર સિંહ રાઠોરની શહીદોને નામ પહેલનો પણ ઉલ્લેખ કર્યો
જેમાં તેઓ શહીદો અંગે માહિતી એકઠી કરી રહયા છે. તેઓ હજારો શહીદોના પરિવારોના સંપર્કમાં
છે. આશરે અઢી હજાર શહીદોના માતા પિતાના ચરણોની ધૂળ તેમની પાસે છે.