જૂનાગઢ, તા.31: જૂનાગઢનાં ખાડિયાના માથાભારે શખસે પારકા પૈસા પોતાના ગણાવી, ઘરમાં ઘૂસી ધમાલ ચમાવી રૂ.7ર હજારના રૂ.1 લાખ 90 હજારની માંગ કરી, છરી વડે મહિલા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી
નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં
ફરિયાદ નોંધાય છે.
ધરાનગરમાં રહેતી ચંદ્રીકાબેન
લક્ષ્મણભાઈ હિંગડાના પુત્ર ઝીલે પુનીત પાસેથી રૂ.72 હજાર હથા ઉછીના લીધા હતા. આ નાણા
પરત કરી દીધા હતા તેમછ તાં ખાડિયાના માથાભારે ગાંધી નામના શખસે જેલમાંથી છૂટયા બાદ,
મહિલાના ઘરે પહોંચી જણાવેલું કે, પુનીત પાસેથી નાણા લીધા હતા તે મારા હતા અને આપવા
પડશે. તેમ કહી ગાળો કાઢી ઘરમાં ધમાલ કરી છરી વડે મહિલા ઉપર હુમલો કરી, ઈજા પહોંચાડી
નાણા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચંદ્રિકાબેન હિંગડાએ ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાર બુટલેગરોને પાસા હેઠળ જેલમાં
ધકેલાયા : જૂનાગઢના સંજયનગરમાં રહેતા રામ રૂડા કરમટા (ઉ.ર3), દોલતપરાના હરદાસ ભુપત
વંશ (ઉ.4પ), તેના ભાઈ બાવન ભુપત વંશ અને પંચેશ્વરના અમરા સાજણ કોડીયાતર સામે પાસાની
દરખાસ્ત કરતા, જિલ્લા કલેકટરે વોરંટ ઈસ્યુ કર્યા હતા. આ વોરંટના આધારે ક્રાઈમ બ્રાંચે
ચારેયની અટકાયત કરી વડોદરા, સુરત અને અમદાવાદ જેલમાં ધકેલી દીધા હતા. શહેરના ચાર બુટલેગરોને
પાસામાં ધકેલાતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચોરી : જૂનાગઢના દોલતપરામાં રહેતા
બિલ્ડર રાજીવ દેવશીભાઈ રાતીયાની દોલતપરામાં બાંધકામ સાઈટ ઉપર પડેલા સેન્ટીંગના રૂ.10
હજારની કિંમતના સામાનની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મહિલાના પર્સની ચોરી : મધ્યપ્રદેશના
બવડાની જિલ્લાના અંજદ ગામની પ્રમલતા વિજય જૈન (ઉ.63) જૂનાગઢ રેલવે સ્ટેશનમાં રતલામ
જવા ટ્રેનની રાહ જોઈ બેઠી હતી. રૂ.10 હજાર રોકડા તથા મોબાઈલ સાથેનું પર્સ બાજુમાં રાખ્યું
હતું. ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી ગયાની જૂનાગઢ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.