હાર્દિક પંડયા અને અક્ષર પટેલ ઉપર રહેશે નજર : અભિષેક અને શિવમ પણ કતારમાં
નવી
દિલ્હી, તા. 31 : એશિયા કપ 2025મા ભારતીય ટીમમાં ચાર ઓલરાઉન્ડરને જગ્યા આપવામાં આવી
છે. હાર્દિક પંડયા, અક્ષર પટેલ, શિવમ દુબે અને અભિષેક શર્મા પોતાની બેટિંગની સાથે બોલિંગથી
પણ અસરકારક બની શકે છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ઓલરાઉન્ડરને તક મળશે તો તે મેદાનની
સ્થિતિ અને ટીમની રણનીતિ ઉપર નિર્ભર કરશે. યુએઈની બન્ને પિચના ટી20 આંકડાઓને ધ્યાને
લેવામાં આવે તો તે બેટ્સમેન અને બોલર બન્નેને ફાયદા આપે છે. જેના કારણે મેચમાં ઓલરાઉન્ડર્સની
જવાબદારી વધી જાય છે.
દુબઈ
અને અબુધાબીની સ્થિતિ ધ્યાને લેવામાં આવે તો ભારતીય ઓલરાઉન્ડર્સ ખાસ કરીને હાર્દિક
પંડયા અને અક્ષર પટેલનું પ્રદર્શન મહત્ત્વનું બની રહેશે. બન્ને ખેલાડી પોતાની બેટિંગની
મેચની હવા બદલી શકે છે. ખાસ કરીને પિચ ધીમી પડતા બન્ને ખેલાડીનું પ્રદર્શન વધારે સારૂ
બને છે. ત્યારે ભૂમિકા માત્ર રન કે વિકેટ નહીં પણ ટીમને સંતુલિત રાખવી અને મુશ્કેલ
પરિસ્થિતિમાં મેચ જીતાડવાની પણ હોય છે.
હાર્દિક
પંડયા : હાર્દિક ટીમનો બેસ્ટ ઓલરાઉન્ડર છે. તેની તાબડતોડ બેટિંગ અને મીડિયમ પેસ બોલિંગ ટીમને ખુબ જ મજબુતીઆપે છે.
પંડયાએ અત્યારસુધીમાં 114 ટી20 મેચમાં 94 વિકેટ લીધી છે અને 27.84ની સરેરાશથી 1812
રન કર્યા છે. તે લોઅર ઓર્ડરમાં આવીને ટીમને સારૂ ફિનિશ આપી શકે છે.
અક્ષર
પટેલ : અક્ષર સારો લેફટ આર્મ સ્પિનર છે. સાથે જ તેણે બેટિંગમાં સારોએવો સુધારો કર્યો
છે. અક્ષરે 71 ટી 20મા 71 વિકેટ લીધી છે. જ્યારે 18.44ની સરેરાશથી 535 રન કર્યા છે.
અક્ષરને ઘણી વખત ટીમ માટે જરૂરી રન કર્યા છે.
શિવમ
દુબે : શિવમ ટી20 ક્રિકેટમાં તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે. સાથે જ મીડિયમ પેસ બોલિંગ
પણ કરે છે. દુબેએ ટી20 ઈન્ટરનેશનલમાં 35 મેચમાં 31.23ની સરેરાશથી 531 રન જ કર્યા છે.
જ્યારે 13 વિકેટ પણ લીધી છે.
અભિષેક
શર્મા : અભિષેક શર્મા ટોપ ઓર્ડરમાં ધુઆંધાર શરૂઆત આપવા માટે જાણિતો છે. જો કે એક પાર્ટ
ટાઈમ સ્પિનર પણ છે. બેટિંગમાં અભિષેકના આંકડા જોરદાર છે. તે ટી20મા નંબર વન બેટ્સમેન
છે. તેણે માત્ર 17 મેચમાં 33.43ની સરેરાશથી
535 રન કર્યા છે. જ્યારે છ વિકેટ પણ લીધી છે.