અમદાવાદ, તા. 31: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવક સાથે 25000 રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવા અંગેની સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ હતી. જે ફરિયાદના આધારે પાલડી પોલીસે તપાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે.
પોલીસે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર
કરેલા પૈસા અંગેની તપાસ કરતા ત્રણ લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. જેમાં ત્રીજા લેયરના
એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર
થયેલા હોવાનું જણાયું હતું. તમામ એકાઉન્ટની વિગત ચેક કરતા મોટી રકમના સેલ્ફ ચેક દ્વારા
રોકડમાં નાણાં ઉપડતા હોવાની વિગતો સામે આવી હતી.
ફ્રોડના જે પણ ટ્રાન્જેક્શન ભાડે
આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એને આ આરોપીઓ દ્વારા ઉપાડવામાં આવતા હતા. અત્યાર
સુધીમાં આરોપીઓએ રૂ. 23.23 કરોડનાં ટ્રાન્ઝેક્શનનો કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે.
આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલમાં 518 ફરિયાદો મળી છે. પોલીસે અમદાવાદ, મહેસાણા,
માણસામાંથી આરોપીઓની ધરપકડ કરી રૂ. 3.16 કરોડ રોકડ, 15 મોબાઈલ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ
કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.