• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

સાત્વિક-િચરાગની જોડી સેમિફાઈનલમાં હારી વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ

નવી દિલ્હી, તા. 31 : સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીને વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપના પુરૂષ યુગલ સેમીફાઈનલમાં ચીનના ચેન બો યાંગ અને લિયુ યી સામે હાર મળી છે. આ હાર સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડયો છે. ભારત માટે પદ સુનિશ્ચિત કર્યાના એક દિવસ બાદ સાત્વિક અને ચિરાગ પાસે વિશ્વ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય જોડી બનવાની તક હતી પણ 67 મિનિટ ચાલેલા સેમીફાઈનલ મુકાબલામાં 19-21, 21-18, 12-21થી હાર મળી હતી.

ભારતીય જોડીનો વિશ્વ ચેમ્પિયનશિપમાં આ બીજો મેડલ છે. આ પહેલા 2022મા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં સાત્વિક અને ચિરાગે ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાની જોડીને હરાવીને 2011થી અત્યાર સુધી ટુર્નામેન્ટમાં પદકની જીત જાળવી રાખી છે. સેમીફાઈનલમાં જો કે ભારતીય જોડી ચીનના પડકારનો સામનો કરી શકી નથી. આ સાથે ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન પણ સમાપ્ત થયું છે. 

હાર બાદ ચિરાગે કહ્યું હતું કે, મેચમાં લય મેળવી શક્યા નહોતા અને ત્રીજા સેટમાં સરળ અંક ગુમાવી દીધા હતા. મેચમાં થોડી સમજદારી બતાવવાની જરૂર હતી. તેઓ ફાઈનલમાં પહોંચી શક્યા નથી પણ સામાન્ય રીતે ટુર્નામેન્ટ સારી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક