• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

બડોનીની બેવડી સદી : નોર્થ ઝોનની શાનદાર જીત

નોર્થ ઝોનની ટીમ દુલીપ ટ્રોફી 2025ના સેમીફાઈનલમાં પહોંચી

બેંગલોર, તા. 31 : બેંગલોરમાં રમાયેલા દુલીપ ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં આયુષ બડોનીએ શાનદાર નોટઆઉટ બેવડી સદી કરી હતી અને તેના દમ ઉપર નોર્થ ઝોને ઈસ્ટ ઝોન ઉપર પહેલી ઈનિંગમાં 833 રનની બઢત બનાવી લીધી હતી. આ સાથે નોર્થ ઝોનની ટીમે દુલીપ ટ્રોફીના સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ ચોથા અને અંતિમ દિવસે ડ્રોએ પુરો થયો હતો.

હકીકતમાં નોર્થ  ઝોને ત્રીજા દિવસની રમત 388 રનથી આગળ વધારી હતી અને ઈનિંગ ચાર વિકેટે 658 રનેઘોષિત કરી હતી. આ સાથે ઈસ્ટ ઉપર 833 રનની લીડ મળી હતી. બાદમાં બન્ને ટીમે હાથ મેળવીને મેચ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં આયુષ બડોનીએ 223 બોલમાં નોટઆઉટ 204 રન કર્યા હતા. બડોનીએ 123 બોલમાં સદી પુરી કરી હતી અને બાદમમાં આક્રમક બેટિંગ બતાવી હતી. તેણે 222 બોલે ચોગ્ગા સાથે બીજી ફર્સ્ટ ક્લાસ બેવડી સદી પુરી કરી હતી. અંતિમ કલાકમાં તેણે 55 બોલમાં 54 રન કર્યા હતા. કેપ્ટન અંકિત કુમારે 168 રનથી પોતાની ઈનિંગ આગળ વધારી હતી પણ ડબલ સેન્ચુરીથી ચુક્યો હતો અને 198 રને આઉટ થયો હતો. અંકિત અને બડોની વચ્ચે ત્રીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં બડોનીએ નિશાંત સિંધુ સાથે મળીને 157 રન જોડયા હતા અને ટીમનો સકોર 600 રનને પાર થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક