બીજા મેચમાં જાપાન સામે 3-2થી જીત : હવે આજે કજાકસ્તાન સામે મુકાબલો
પટણા,
તા. 31 : બિહારના રાજગીરમાં ચાલી રહેલા હોકી એશિયા કપ 2025મા સતત બીજા મેચમાં મેજબાન
ભારતીય ટીમે જીત નોંધાવી છે. ભારતીય હોકી ટીમે જાપાનની મજબુત ટીમને હરાવી છે. જાપાને
પોતાના પહેલા મેચમાં કજાકસ્તાનને 7.0થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચીનને પહેલા મેચમાં
4-3થી હરાવ્યું હતું. જ્યારે જાપાન સામે ભારતને 3-2થી જીત મળી છે. હવે ભારતનો વધુ એક
મુકાબલો કજાકસ્તાન સામે છે. જે સોમવારે 1 સપ્ટેમ્બરના રમાશે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ
સેમીફાઈનલ તરફ કદમ આગળ વધારી દીધું છે.
ભારતીય
ટીમે શરૂઆતથી જ બોલ ઉપર નિયંત્રણ રાખ્યું હતું. જ્યારે બીજી મિનિટે જાપાનનો યામાટો
કાવાહારા ગ્રીન કાર્ડના કારણે બે મિનિટ રમતમાંથી
બહાર રહ્યો હતો. પહેલા ગોલની તક મનપ્રીત સિંહે બનાવી હતી પણ તેમાં સફળતા મળી નહોતી.
બાદમાં મનપ્રીતે જ ભારતનું ખાતુ ખોલાવ્યું હતું. પાંચમી મીનિટે ભારતને પેનલ્ટી કોર્નર
મળ્યા હતા. ત્રણ તબક્કે નિષ્ફળ ગયા બાદ ચોથા પ્રયાસમાં પીસી (પેનલ્ટી કોર્નર)ને ગોલમાં
કન્વર્ટ કર્યો હતો. આ વખતે પણ પીસી મારફતે ગોલ કરનારો કેપ્ટન હરમનપ્રીત હતો.
જાપાનની
ટીમને મેચની 13મી મિનિટે બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પણ ગોલ થઈ શક્યા નહોતા. ત્રીજા
ક્વાર્ટરમાં જાપાનની શરૂઆત સારી રહી હતી. ભારતે એટેક કર્યાહતા પણ સફળતા જાપાનને મળી
હતી. જાપાને પહેલો ગોલ 38મી મિનિટે કર્યો હતો. ભારતે ત્રીજા ક્વાર્ટરનો અંત ગોલ સાથે
કરતા ટીમ 3-1થી આગળ થઈ હતી. ચોથા ક્વાર્ટરની શરૂઆત ધીમી રહી હતી. જેમાં 58મી મીનિટે
જાપાને પેનલ્ટી કોર્નર મળી હતી. અમુક રીટેક બાદ જાપાનને સફળતા મળતા એક ગોલ કર્યો હતો.
તેમ છતાં અંતે ભારતે 3-2થી મેચ નામે કરી લીધો હતો.