તમિલનાડુનો યુવાન એક મહિના પહેલા જ નોકરીએ લાગ્યો હતો
અમદાવાદ, તા.31: અમદાવાદ શહેરમાં
આવેલા સરદાર પટેલ રીંગ રોડ પર શાંતિપુરા સર્કલથી એપલવુડ તરફ જતા સર્વિસ રોડ ઉપર મૂળ
તમિલનાડુનો એન્જિનિયર યુવક બાઇક સાથે એક ટ્રેલરની નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ
મૃત્યુ થયું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત
માહિતી અનુસાર, તમિલનાડુનો નારાયણ ગણેશ નામનો યુવક સેમી કંડકટર કંપનીમાં એક મહિના પહેલા
જ નોકરી પર લાગ્યો હતો. સવારના સમયે બાઇક લઇને નોકરીએ જતો હતો દરમિયાનમાં સરદાર પટેલ
રીંગ રોડ પર શાંતિપુરા સર્કલથી એપલ વોર્ડ તરફ
જવાના રોડ ઉપર ટ્રેલરના વચ્ચેના ટાયરના ભાગે બાઇક સાથે આવી જતા તેનું ઘટના સ્થળે મૃત્યુ
થયું હતું. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટેલર ચાલક વિરૂધ્ધ
ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.