નદીઓ ખતરનાક સ્તરે, સિંધમાં હાઈ એલર્ટ
લાહોર,
તા.31 : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂરને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. લાહોરમાં
અંદર પાણી ઘૂસી ચૂક્યું છે. પંજાબમાં ગંભીર માનવીય સંકટ વચ્ચે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ
ઓપરેશન ચાલી રહ્યંy છે. દેશનો એક મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ર0 લાખથી વધુ લોકો
બેઘર બન્યા છે. પંજાબ-સિંધની મોટાભાગની નદીઓ ખતરનાક સ્તરે વહી રહી છે.
પાકિસ્તાની
અધિકારીઓ અનુસાર રવિવારે પૂરના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. પંજાબમાં ઈતિહાસનું
સૌથી ભીષણ પૂર આવ્યું છે. નદીઓમાં પાણીની સપાટી ઉચ્ચતમ સ્તરે છે. ર0 લાખથી વધુ લોકો
અસરગ્રસ્ત બન્યા છે. ર6 જૂનથી અત્યાર સુધીમાં ભારે વરસાદ અને પૂરથી 849 લોકોના મૃત્યુ
થયા છે અને 1130થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પંજાબને પગલે સિંધ પણ હાઈ એલર્ટ પર છે.