આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂનું એલાન
બેંગ્લુરુ,
તા.31 : દેશમાં બૂલટ ટ્રેન હજુ શરૂ થઈ નથી પરંતુ તેના નેટવર્ક વિસ્તારની યોજના પર કેન્દ્ર
સરકારે ઝડપી કામગીરી શરૂ કરી છે. સર્વે ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં હૈદરાબાદ, ચેન્નાઈ,
અમરાવતી અને બેંગ્લુરુને તેની સાથે જોડવામાં આવી શકે છે. આ શહેરોની વસતી કુલ પ કરોડ
છે અને તે સૌથી મોટુ બજાર છે.
ઈન્ડિયા
ફૂડ મેન્યુફેક્ચારિંગ સમિટને સંબોધતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શનિવારે
મોટા માળખાગત પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યું કે બુલેટ ટ્રેન દક્ષિણ ભારતમાં આવશે,
જે હૈદરાબાદ, ચેન્નાઈ, અમરાવતી અને બેંગલુરુ સહિત ચાર મુખ્ય શહેરોને જોડશે. ખૂબ જ ટૂંક
સમયમાં બુલેટ ટ્રેન દક્ષિણ ભારતમાં આવવાની છે. સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત
તમણે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી અપગ્રેડ કરવા માટે એક વિઝન પણ
રજૂ કર્યું. આ મુખ્ય માળખાગત યોજનાઓ આ પ્રદેશને એક મુખ્ય લોજિસ્ટિકલ હબમાં ફેરવવાના
હેતુથી વિકસાવવામાં આવશે.