એસસીઓ સમિટમાં એકઠા થયા વિશ્વ નેતાઓ, અમેરિકાને અકળાવે તેવો એકતાનો સ્પષ્ટ સંદેશો : પુતિન, જિનપિંગ અને મોદી સહિતના નેતાઓની હાજરી
ચીનમાં
મોદી-જિનપિંગ વચ્ચે 55 મિનિટ બેઠક : જિનપિંગે ડ્રેગન-હાથીની દોસ્તીની વાત કરી : મોદીએ
આતંકવાદ મુદ્દે સમર્થન માગ્યું
સંબંધો
પર સરહદ વિવાદ હાવી ન થવા દેવા ભારત- ચીન સહમત : બ્રિકસ 2026 માટે ભારતે આમંત્રણ પાઠવ્યું
તિયાનજિન,
તા.31 : ચીનમાં આયોજીત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની સમિટ પહેલા વડાપ્રધાન મોદી અને
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આશરે પપ મિનિટ સુધી બેઠક યોજાઈ હતી જેમાં બન્ને
નેતાઓએ પારસ્પરિક સંબંધો વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકતા દોસ્તીની નવી શરૂઆત કરી હતી.
રાષ્ટ્રપતિ
શી જિનપિંગે ખુલ્લા મને કહ્યંy કે ડ્રેગન (ચીન) અને હાથી (ભારત) એ દોસ્ત બનવું જોઈએ.
જયારે વડાપ્રધાન મોદીએ પરસ્પર વિશ્વાસ અને સમ્માનના આધારે સંબંધોને મજબૂત બનાવવા પર
ભાર મૂકયો હતો. તેમણે કહ્યંy કે બન્ને દેશનો પરસ્પર સહયોગ ર.8 અબજ લોકોની વસતી અને
માનવતા માટે જરૂરી બન્યો છે. બંન્ને દેશના પ્રયાસોથી સરહદે શાંતિનો માહોલ બન્યો છે.
બંન્ને નેતાએ ભાર મૂકયો કે સરહદ વિવાદ સંબંધો પર હાવી થવો ન જોઈએ. 7 વર્ષ બાદ વડાપ્રધાન
મોદી બે દિવસના ચીન પ્રવાસે પહોંચ્યા છે જયાં રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે વાતચીતમાં તેમણે
ભારતમાં આયોજિત બ્રિકસ 2026માં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાનન મોદીએ જિનાપિંગ
સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને વૈશ્વિક મુદ્દો ગણાવી સમર્થન માગ્યું
હતું. જિનાપિંગે બેઠકમાં કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને મળીને ખુશ છે. ડ્રેગન અને
હાથીએ સાથે આવવું જોઈએ તેવી વાત કરી દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. વાતચીતમાં ભારત અને
ચીન વચ્ચે સીધી ફલાઈટ અને કોરોનાને કારણે અટવાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો
ઉલ્લેખ કરાયો હતો.
સંમેલન
પછી વડાપ્રધાન મોદી સત્તાવાર સ્વાગત સમારોહમાં પહોંચ્યા હતા જ્યાં સમિટમાં આવેલા નેતાઓએ એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો જેમાં પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર હતા. સમિટમાં ર0થી વધુ દેશોના નેતાઓ હાજર હતા અને સંયુક્ત
ઘોષણાને લગતી કોઈ વિગત હજુ સામે આવી નથી. ચીનની યાત્રા અંતર્ગત વડાપ્રધાન મોદી સોમવારે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવાના છે. સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદી ઉપસ્થિત વિવિધ
દેશના નેતાઓને મળ્યા હતા.
---------------
હવે
ભારત વિરુદ્ધ યુરોપને ઉશ્કેરતા ટ્રમ્પ
અમેરિકાની
માફક વધારાનાં ટેરિફ ઝીંકવા અને ભારત પાસેથી ઈંધણ ખરીદી બંધ કરવાં હાકલ
નવી
દિલ્હી,તા.31: ભારત ઉપર પ0 ટકા જેટલો આડેધડ ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પને ધરવ નથી અને હવે તેમણે યુરોપીય દેશોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું દબાણ
શરૂ કરી દીધું છે. રશિયા, ચીન અને ભારતને અમેરિકા સામે વેપાર યુદ્ધમાં નવી ધરી બનાવતા
જોઈને હવે ટ્રમ્પ વધુ ઉશ્કેરાઈ ગયા છે અને હવે વ્હાઈટ હાઉસે યુરોપનાં દેશોને અમેરિકા
જેવા જ પ્રતિબંધો ભારત ઉપર લાદવા માટે હાકલ કરી છે. જેમાં તેમણે ભારતથી થતી તમામ ઓઈલ
અને ગેસની ખરીદી પણ બંધ કરવા માટે અનુરોધ કર્યો છે.
ટ્રમ્પ
પ્રશાસન ઈચ્છે છે કે, યુરોપ પણ અમેરિકાની જેમ જ ભારત ઉપર વધારાનાં શુલ્ક લાગુ કરે.
ટૂંકમાં અમેરિકા એકલાનાં દબાણને તાબે ભારત થયું નથી ત્યારે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનાં
દંડ સ્વરૂપે હવે યુરોપનાં દેશો પણ ભારત ઉપર દબાણ લાદે તેવું ટ્રમ્પ ઈચ્છે છે.
ભારતે
રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેન ઉપર આક્રમણમાં મદદ કરી હોવાનો અમેરિકાનો આરોપ છે.
બીજીબાજુ વ્હાઈટ હાઉસનાં વરિષ્ઠ અધિકારીઓ માને છે કે, ભલે સાર્વજનિક રીતે યુરોપનાં
કેટલાક નેતાઓ યુક્રેન યુદ્ધ રોકવાનાં ટ્રમ્પનાં પ્રયાસોને સમર્થન કરતાં હોય પણ પડદા
પાછળ એ લોકો પણ ટ્રમ્પથી નારાજ છે. આવી જ રીતે ટ્રમ્પ પણ યુરોપીય નેતાઓથી નારાજ છે
કારણે તે યુક્રેન ઉપર દબાણ કરી રહ્યા છે કે તે રશિયા પાસેથી અવાસ્તવિક ક્ષેત્રીય રાહતો
માટે અડગ રહે.