• બુધવાર, 18 જૂન, 2025

જે સાપ કરડયો, તેને પકડીને હોસ્પિટલે પહોંચ્યો વ્યક્તિ : હિમાચલના ચંબાનો બનાવ

નવી દિલ્હી, તા. 17 : હિમાચલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિને સાપ કરડયો હતો, વ્યક્તિ એ સાપને પોતાની સાથે લઈને મેડિકલ કોલેજમાં ઈલાજ માટે પહોંચી ગયો હતો. બનાવ હિમાચલ પ્રદેશના ચંબાનો છે. ઈમર્જન્સી વોર્ડમાં વ્યક્તિ સાપની સાથે પહોંચી જતા થોડીક વાર તો અફરાતફરી મચી હતી. બાદમાં વ્યક્તિએ તબીબને કહ્યું હતું કે તેને સાપ કરડયો છે.

તબીબો સાપને લઈને વ્યક્તિ સાથે સવાલ જવાબ કરવાના હતા તેવામાં જ વ્યક્તિએ સાપને તબીબો સામે રાખી દીધો હતો. જેનાથી ડોક્ટર અને અન્ય સ્ટાફ ડરી ગયો હતો. બાદમાં વ્યક્તિને ઝેર ઉતારવા માટે એન્ટી વેનમ ઈન્જેક્શન લગાડવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો હતો. પીડિત રમેશ કુમારે કહ્યું હતું કે પોતે સેનાથી સેવા નિવૃત્ત છે. તેઓ પોતાના ક્ષેત્રમાં ઘણા વિભિન્ન પ્રજાતિના સાપને પકડીને સુરક્ષિત સ્થળે છોડી ચૂક્યા છે. બે દિવસ પહેલા એક સાપને રેસ્ક્યૂ કરવા જતા કરડી ગયો હતો. જેના કારણે ઈલાજ માટે હોસ્પિટલે દોડવું પડયું હતું. ડોક્ટરને સાપની પ્રજાતિ મુદ્દે પરેશાની ન રહે તે માટે સાપને જ સાથે રાખ્યો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક