• બુધવાર, 18 જૂન, 2025

ભારતીય ટીમમાં હર્ષિત રાણા સામેલ : ઇંગ્લેન્ડ રોકી દેવામાં આવ્યો

લીડસ તા.17: ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પાંચ ટેસ્ટની ભારતીય ટીમમાં ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ થયો છે. હર્ષિત રાણા ઇન્ડિયા એ ટીમનો હિસ્સો હતો. તેણે ઇંગ્લેન્ડ લાયન્સ અને ભારતીય ટીમ સાથે ઇન્ટ્રા સ્કવોડ મેચ રમ્યા હતા. આ પછી હર્ષિત રાણાને ઇન્ડિયા એ ટીમ સાથે ભારત પરત ફરવાનું હતું, પણ તેને રોકી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે હેડ કોચ ગૌતમ ગંભીરનો તે મનપસંદ ખેલાડી છે.

ઓસ્ટ્રેલિયા સામેની પાછલી ટેસ્ટ શ્રેણીમાં તેણે પદાર્પણ કર્યું હતું. તે હવે ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમો ઝડપી બોલર વિકલ્પ બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં તેને બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. જેમાં તેના નામે 4 વિકેટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક