જૂનાગઢ, તા.17: જૂનાગઢ એલસીબીનો સ્ટાફ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમી મળતા વડાલ તરફ જતા હાઈવે પર ભેસાણ ચોકડી પાસે જૂના જકાતનાકા પાસેથી પસાર થતા ટ્રકને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ટ્રકનો ચાલક અનિલકુમાર મહેન્દ્રસિંગ જાટ ટ્રક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે કોર્ડન કરીને ટ્રકને ઝડપી લીધો હતો. ટ્રકમાં તલાશી લેતા તેમાં પાછળ એક બોગી હતી અને અંદર ખોલીને જોતા વિદેશી દારૂના બોક્સ ભર્યા હતા.
જેની ગણતરી કરતા ટ્રકમાંથી
60.30 લાખની કિંમતનો વિદેશી દારૂની કુલ 19920 બોટલનો જથ્થો મળી આવતા ટ્રક સહિતના કુલ
75.45 લાખનો મુદ્દામાલ કબજે કરીને ટ્રક ચાલક અનિલકુમારને ઝડપી લીધો હતો. પૂછતાછમાં
આ દારૂ ભરેલો ટ્રક અમદાવાદ નજીકથી ઉપાડયો હતો, અને તેને વેરાવળ ટોલનાકા સુધી લઈ જવાનો
હતો. વેરાવળના મનીષ નામના શખસ દારૂનો જથ્થો મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે
ટ્રક ચાલકનો મોબાઈલ અને રૂ.7250 રોકડા કબજે કરીને તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.